<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

યુવા ઉદ્યોગપતિ સાગર મહેતાનો આજે જન્મદિવસ

મૂળ જામનગરના અને હાલ અમદાવાદ સ્થિત સાગર મહેતા પર મિત્રવર્તુળ અને સ્નેહીજનો દ્વારા સોશિયલ મીડિયા અને મોબાઈલ પર અભિનંદનની વર્ષા

રાજકોટ, તા. 8 : મૂળ જામનગરના વતની અને હાલ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી સફળતાના શિખરો સર કરી રહેલા જાણીતા યુવા ઉદ્યોગપતિ સાગર મહેતાનો આજે જન્મદિવસ છે. તેઓ આજે પોતાના જીવનના નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર ઉદ્યોગ જગત અને મિત્રવર્તુળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સાગર મહેતા ‘અકિલા’ પરિવાર સાથે ખૂબ જ ગાઢ અને આત્મીય નાતો ધરાવે છે. તેમના જન્મદિવસના આ મંગલ અવસરે તેમણે ખાસ રાજકોટ આવી અને ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાની આશીર્વાદ લીધા હતા અને જીવનના આગામી વર્ષો માટે માર્ગદર્શન મેળવ્યું હતું. કિરીટભાઈએ પણ ચિરંજીવી સાગરને ઉદ્યોગ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા અને સમાજ ઉપયોગી કાર્યોમાં સદાય અગ્રેસર રહેવા માટે અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.

સાગર મહેતાના મૃદુ સ્વભાવ અને વ્યવસાયિક કુશળતાને કારણે તેઓ વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સવારથી જ તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૧૧૨૩૪ પર શુભેચ્છા સંદેશા અને ફોન કોલ્સનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. જામનગર, રાજકોટ અને અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો અને શુભેચ્છકોએ તેમને ઉમળકાભેર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

(5:16 PM IST)