<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ભિલોડાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં યુવકની હત્યા : સમાધાન બાદ પણ બે યુવકો પર 8 લોકોના ટોળાએ હુમલો કર્યો

18 વર્ષના હાર્દિક હોથી નામના યુવકનુ હુમલા દરમિયાન મોત થયુ:આઠ શખ્શો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

અરવલ્લીઃ ભિલોડાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. હરિપુરા ગામમાં વરઘોડામાં ગયેલા બે યુવકો પર હુમલો થયો હતો. વરઘોડામાં ગયેલા બે યુવકો સાથે બબાલ બાદ સમાધાન થયું હતું, સમાધાન બાદ પણ બે યુવકો પર 8 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. બંને યુવકો પર પથ્થરમારો કરી હુમલો કરતા એકનું મોતન થયુ હતું જયારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. 18 વર્ષના હાર્દિક હોથી નામના યુવકનુ હુમલા દરમિયાન મોત થયુ છે. આઠ શખ્શો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

 

(7:01 PM IST)