News of Sunday, 8th February 2026
પંચમહાલ જિલ્લાના વેજમાં ગામે પાંચ મહિનાના પુત્ર સાથે પરિણીતાએ કૂવામાં ઝંપલાવ્યું :સાસરીયા સામે ગુનો દાખલ
પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ઘર કંકાસ થતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ :પિયરીયાએ પતિ,સાસુ અને દિયર સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો

પંચમહાલ જિલ્લાના મોરવાહડફના માતરિયા વેજમાં ગામે પાંચ મહિનાના પુત્ર સાથે પરિણીતાએ કૂવામાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટના મામલે પતિ,સાસુ અને દિયર સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો છે
પંચમહાલના મોરવાહડફના માતરિયા વેજમાં ગામે પાંચ મહિનાના પુત્ર સાથે પરિણીતાએ કુવામાં પડતું મુકી આપઘાત કર્યો છે. પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ઘર કંકાસ થતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. કુવામાંથી માતા અને પુત્રના મૃતદેહ બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે પિયરીયાએ પતિ,સાસુ અને દિયર સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધાવ્યો છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
