News of Sunday, 8th February 2026
અરવલ્લી જિલ્લા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : ભીખાજી ઠાકોર દ્વારા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંક : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી જિલ્લા ભાજપની ટીમ તૈયાર : યુવા, મહિલા અને કિસાન મોરચા સહિતની પાંખમાં પાયાના કાર્યકરોને સ્થાન

મોડાસા : ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી દુધાજી ઠાકોર દ્વારા વર્ષ ૨૦૨૬ માટે સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની વરણી આજે સત્તાવાર રીતે કરવામાં આવી છે.
જિલ્લા સંગઠન માળખાના મુખ્ય હોદ્દેદારો:
જિલ્લાના મુખ્ય સંગઠનમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી અને ૮ મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.
* ઉપપ્રમુખ: ભુપતસિંહ ઉદેસિંહ સોલંકી (સાઠંબા), મનહરભાઈ વેરસીભાઈ દેસાઈ (ધનસુરા), ભુપેન્દ્રભાઈ મોહનલાલ ભાટીયા (મોડાસા શહેર), ઈન્દ્રજીતસિંહ અમરસિંહ રાઠોડ (ભિલોડા), ભાગ્યશ્રીબેન નિરવભાઈ પંડ્યા (માલપુર), જગદીશભાઈ રમણભાઈ પટેલ (મોડાસા), જયદીપસિંહ જસવંતસિંહ રાઠોડ (મેઘરજ) અને મહેશભાઈ હરિશંકર ઉપાધ્યાય (બાયડ શહેર).
* મહામંત્રી: દિપકભાઈ રમેશભાઈ પટેલ (બાયડ), રણધીર દિનેશચંદ્ર ચુડગર (મોડાસા શહેર) અને કેતનકુમાર ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ (બાયડ).
* મંત્રી: શરદભાઈ શીવાભાઈ પટેલ (માલપુર), વિમલબેન અરવિંદભાઈ ભગોરા (શામળાજી), હેમંતકુમાર જશુભાઈ પટેલ-કક્કો (બાયડ શહેર), સુનિતાબેન સંજયભાઈ ભોઈ (મોડાસા શહેર), પારૂલબેન અમૃતભાઈ પટેલ (બાયડ), પ્રિતીબેન સ્નેહલભાઈ ઠેકડી (ધનસુરા), રેખાબેન ભાનુભાઈ રાઠોડ (મોડાસા) અને નીલાબેન હસમુખભાઈ મડીયા (ભિલોડા).
* અન્ય જવાબદારી: અંકિતભાઈ મહેન્દ્રભાઈ પટેલ (કોષાધ્યક્ષ), અનિલભાઈ રેવાભાઈ પટેલ (કાર્યાલય મંત્રી), દિગંત દિનેશભાઈ પંચાલ (સોશીયલ મીડિયા), નીનીનભાઈ વલ્લભભાઈ પંડ્યા (આઈ.ટી.) અને રાકેશભાઈ મગનભાઈ પટેલ (મીડિયા વિભાગ).
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ:
જિલ્લાના વિવિધ સામાજિક અને વિભાગીય મોરચાઓની જવાબદારી નીચે મુજબ સોંપવામાં આવી છે:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે પાવન કમલેશભાઈ પટેલ તથા મહામંત્રી તરીકે જસપાલ દિલીપભાઈ ચૌધરી અને સુરેશભાઈ પુંજાભાઈ ડામોર.
* મહિલા મોરચો: પ્રમુખ તરીકે નિતાબેન કલ્પેશભાઈ પંડ્યા તથા મહામંત્રી તરીકે ગાયત્રીબેન પ્રવિણભાઈ પટેલ અને જયવંતીકાબેન કાંતીભાઈ ડામોર.
* કિસાન મોરચો: પ્રમુખ તરીકે બિપિનભાઈ રમણભાઈ પટેલ તથા મહામંત્રી તરીકે ધિરુભાઈ ગલબાભાઈ ખાંટ અને અનીલભાઈ રમણભાઈ પટેલ.
* બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે માનસિંહ માધુસિંહ પરમાર તથા મહામંત્રી તરીકે કિશોરભાઈ ભીખાભાઈ પંચાલ અને ચિરાગગીરી ગુણવંતગીરી ગોસ્વામી.
* અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે દિનેશભાઈ નાનજીભાઈ પરમાર તથા મહામંત્રી તરીકે મહેશભાઈ વેચાણભાઈ વણકર અને કાંતીભાઈ દુધાભાઈ પરમાર.
* અનુસૂચિત જન જાતિ મોરચો: પ્રમુખ તરીકે ડો. રાકેશભાઈ બાલુભાઈ બોડાત તથા મહામંત્રી તરીકે બળવંતભાઈ ધનજીભાઈ ભોઈ અને અમરતભાઈ બાબુભાઈ નિનામા.
* લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે મહંમદભાઈ શેરભાઈ કુરેશી (હુસેનભાઈ) તથા મહામંત્રી તરીકે સફીભાઈ પીરભાઈ મન્સુરી અને હુસેનભાઈ સુલેમાનભાઈ મોડાસીયા.
આ નિમણૂંકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના ઉચ્ચ પદાધિકારીઓને રવાના કરવામાં આવી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
