<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

'ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહો' :અમદાવાદમાં 'હું નાથુરામ ગોડશે' નાટક યોજાય એ પહેલા જ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રોચાર જાહેર દિવાલ ઉપર 'ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહો'ના સૂત્રો લખીને વિરોધ કર્યો

અમદાવાદમાં નાથુરામ ગોડસેનો 'હું નાથુરામ ગોડશે' નાટક યોજાય તે પહેલા NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રોચાર જાહેર દિવાલ ઉપર 'ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહો ' ના સૂત્રો લખીને વિરોધ પ્રદર્શન કરાયું હતું 

   આવતીકાલે અમદાવાદ સિંધુભવન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં યોજાનાર નાટકમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી શકે છે.

જકોટ બાદ અમદાવાદમાં પણ 'હું નાથુરામ ગોડસે' નામનું નાટક યોજવાનું છે. જેની ટિકિટો ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહી છે, આવતીકાલે 9 ફેબ્રુઆરીના સિંધુભવન પાસેના દિલદાર ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક યોજાવાનું છે. 

અમદાવાદમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાર્યકરોએ ઠેર ઠેર 'ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહો' સહિતના અલગ અલગ સૂત્રો લખીને વિરોધ કર્યો છે. આવતીકાલના કાર્યક્રમ પહેલા અને કાર્યક્રમમાં પણ ભારે વિરોધ સર્જાય તેવી પૂરી શક્યતા છે

  NSUIના નેતા ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક ચલાવી લેવામાં આવશે નહીં. આજે અમે વિરોધ કર્યો છે. જો આવતીકાલનું નાટક રદ કરવામાં નહીં આવે તો કાલે નાટક પહેલા અને નાટક દરમિયાન અમે ઉગ્ર વિરોધ કરીશું. અમે આ નાટક યોજવા જ નહીં દઈએ.

 

(10:10 PM IST)