<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

મિલકતોના વસિયતનામા બનાવવા માટે નાગરિકોમાં જાગૃતતા વધી

વીલનું રજિસ્‍ટ્રેશન મરજિયાત છે આમ છતાં વસિયતનામું નોંધાવવાનો આગ્રહ રાખવામાં આવે છે : એક વૃદ્ધાએ બોલિવૂડના સ્‍ટાર સંજય દત્તને વીલથી કરોડો રૂપિયાની મિલકત આપી હતી પણ સંજય દત્તે ઉદાર મને તમામ પ્રોપર્ટી સુપ્રત કરી હતી આ કિસ્‍સો દેશભરમાં ચર્ચિત રહ્યો હતો

વડોદરા તા.૯: મનુષ્‍ય તેમની સ્‍વપાર્જિત મિલક્‍ત અથવા વડીલો પાર્જિત મિલકત પૈકીની તેમના ભાગમાં આવેલો હિસ્‍સો પોતાની ઈચ્‍છા પ્રમાણે વીલપી ભલિસમાં આપી શકે છે આ માટે કાયદામાં સ્‍પષ્ટ જોગવાઈઓ છે. વીલનું રજિસ્‍ટ્રેશન મરજિયાત છે. આમ છતાં જીવતે જીવ પોતાની મિલકતોની વહેચણીને લઈને વિસયતનામું બનાવવાનું પ્રમાણ વધ્‍યું છે. આ વિષયને લઈને નાગરિકોમાં જાગૃતતા જોવા મળી રહી છે. એક વૃદ્ધાએ બોલિવૂડના સ્‍ટાર સંજય દત્તને વીલથી કરોડો રૂપિયાની મિલકત બતિશમાં આપી હતી. પરંતુ સંજય દત્તે ઉદાર મને મિલકત વૃદ્ધાના સીપી હીટીના વારમદારોને સુપ્રત કરી હતી. વસિયતને લઈને આ કિસ્‍સો ખુબ પ્રચલિત છે.

૧૯૫૬થી વીલ સાચવી રાખવામાં આવ્‍યું છે

વસિયતનામાને લઈને કાયદામાં એક એવી પણ જોગવાઈ છે કે, વીલ ફિઝિકલી જિલ્‍લા કલેક્‍ટરના તાબા હેઠળની ટ્રેઝરી કચેરીમાં એક પેટીમાં સીલ કવરમાં મુકવામાં આવે છે.વડોદરા જિલ્‍લા કલેકટરના તાબા હેઠળ હાલમાં બે વીલ ટ્રેઝરી કચેરીમાં સાચવી રાખવામાં આવ્‍યા છે. જે પૈકીનું એક વીલ ૧૯૫૬માં અને બીજું ૧૯૯૯ના અરસામાં જમા થયું હતું. આ વીલની દેખરેખ કલેક્‍ટર દ્વારા થાય છે. સિવિલ કોર્ટનો ઓર્ડર હોય તો જ આ વીલ ટ્રેઝરીમાંથી બહાર કાઢી શકાય છે.

આખા રાજ્‍યમાં વીલ રજિસ્‍ટર્ડ કરાવી શકાય છે

પ્રોપર્ટી ભલે વડોદરા શહેરની હોય તો પણ અરજદાર સમગ્ર ગુજરાત રાજ્‍યમાં કોઈ પણ શહેરમાં વીલ રજિસ્‍ટર કરાવી શકે છે.વીલની પ્રક્રિયામાં સરકારે સ્‍ટેમ્‍પ ડયુટીમાંથી માફી આપી છે. નોંધણી ફી રૂ. ૧૦૦ છે. વીલ કોરા કાગળ ઉપર પણ થઈ શકે છે. જેમાં બે સાક્ષીઓની સહી આવશ્‍યક છે. સિટી સર્વે કચેરીના સુત્રોએ જણાવ્‍યું છે કે ગુજરાત રાજ્‍યમાં કોઈપણ સ્‍થળે માલિકીની મિલકત હોઈ તો તે શહેરમાં જ રજીસ્‍ટ્રેશન કરવું ફરજીયાત નથી.

(10:04 AM IST)