<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

સુરત સ્ટેશન પર ટ્રેનમાં ભારે ભીડ હોવાના કારણે બિહાર જતા યુવકને ધક્કો વાગતા માથામાં ઇજા

ભીડના કારણે તેના પરિવારના કેટલાક સભ્યો સ્ટેશન પર જ છૂટી ગયા:અકસ્માતની જાણ થતાં આરપીએફ દ્વારા તાત્કાલિક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો

સુરત સ્ટેશન પર ટ્રેનમાં બિહાર જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો. ટ્રેનમાં ભારે ભીડ હોવાના કારણે યુવકને ધક્કો વાગતા અકસ્માત સર્જાયો હતો. સ્ટેશન પર બનેલા આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. યુવક હોળીના પર્વ નિમિત્તે પોતાના વતન તરફ જઈ રહ્યો હતો, ત્યારે ભીડના કારણે તેના પરિવારના કેટલાક સભ્યો સ્ટેશન પર જ છૂટી ગયા હતા. અકસ્માતની જાણ થતાં આરપીએફ દ્વારા તાત્કાલિક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

 

(1:08 PM IST)