તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 9th February 2026
ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૪૯.૮પ લાખ પરિવારો માટે રૂા. ૧૮૮૮.૪૩ કરોડ ફાળવાયા
નરહરિ અમીને રાજયસભામાં પ્રશ્ન પૂછયો, આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો

રાજકોટ તા. ૯: શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા ‘‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેની શરૂઆત થી અત્યાર સુધી કેટલી ગ્રાન્ટની કાળવણી કરી અને કેટલા લાભાર્થીઓને લાભ મળ્યો‘‘ તે બાબતે પ્રશ્ન પૂછતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી પ્રતાપરાવ જાધવે આકડાકીય માહિતી સહિતનો જવાબ આપતાં જણાવ્યુ હતું કે, - આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) એ સરકારની એક ક્લેગશીપ યોજના છે જે ભારતની વસ્તીના સૌથી નીચલા સ્તરના ૪૦% જેટલા ૧૨ કરોડ પરિવારોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા બદલ પરિવાર દીેઠ ૫ લાખ રૂપિયાનું આરોગ્ય કવરેજ પૂરું પાડે છે. માર્ચ ૨૦૨૪ માં, આ યોજના હેઠળ અશાવર્કર, આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોના આશરે ૩૭ લાખ પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૨૪ માં, આ યોજનાનો વ્યાપ આયુષ્માન વય વંદના કાર્ડ દ્વારા વધારવામાં આવ્યો હતો, જેથી ૪.૫ કરોડ પરિવારોના ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આવરી લેવામાં
આ યોજનાનું ભંડોળ સંપૂર્ણપણે માંગ આધારિત છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને યોજનાના અમલીકરણ માટેનું જરૂરી ભંડોળ તેની ખરેખર માંગ અને અગાઉ રિલીઝ કરેલ ભંડોળનાં થયેલ ઉપયોગ અંગેના મળેલા પ્રમાણપત્રોના આધારે રિલીઝ કરવામાં આવે છે.યોજનાની શરૂઆત થઇ ત્યારથી એટલે કે, સપ્ટેમ્બર ૨૦૧૮ થી માર્ચ ૨૦૨૫ સુધી યોજના હેઠળ પાત્ર થયેલ લાભાર્થી પરિવારોની સંખ્યા અને રિલીઝ કરાયેલા ભંડોળની રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વાઈઝ વિગતો પણ પત્રક સ્વરૂપે આપી હતી. તે મુજબ, ગુજરાતમાં ૪૯,૮૫,૪૮૪ પરિવારો યોજનાનો લાભ લેવા પાત્ર થયા અને તેમની સારવાર માટે કેન્દ્ર સરકારનાં કાળા તરીકે રૂપિયા ૧૮૮૮.૪૩ કરોડની ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
