News of Monday, 9th February 2026
નવી શિક્ષણ નીતિથી છાત્રોના ઉત્કર્ષ માટે શિક્ષકો, સંચાલકો વગેરે ભૂમિકા નિભાવેઃ નરહરિ અમીન
નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવ સહિતના પગલા ભર્યા તેનું ઉત્તમ પરિણામ અમદાવદમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સેમીનાર પ્રસંગે સાંસદનું સંબોધન અમદાવાદમાં નવી શિક્ષણ નીતિ સંદર્ભે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીનની હાજરીમાં યોજાયેલ સેમીનાર પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૯ :.. અમદાવાદમાં નવી શિક્ષણ નીતિ અને શિક્ષક વિષે યોજાયેલ સેમીનાર પ્રસંગે રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિને શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારની શ્રેષ્ઠ ભેટ ગણાવી આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્ર અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શિક્ષકો, શાળા સંચાલકો વગેરે અપેક્ષા મુજબ ભૂમિકા નિભાવે તેવો અનુરોધ કર્યો હતો.
તેમણે શ્રી મોદી ગુજરાતા મુખ્યમંત્રી હતા તે વખતે શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવને યાદ કરી ઉમેરેલ કે તે વખતે અધવચ્ચે અભ્યાસ છોડવાનું પ્રમાણ રરાા ટકા હતુ તે અત્યારે ઘટીને માત્ર ૧ાા ટકા થઇ ગયું છે. મેડીકલ, એન્જિનીયરીંગ, ફાર્મસી વગેરેમાં વિદ્યાર્થીઓ માટે બેઠકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ભણવા માટે નવી પુષ્કળ તકો ઉપલબ્ધ થઇ છે.
અમદાવાદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘ અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી તેમજ એચ બી કે સ્કૂલ, મેમનગર ના સંયુક્ત ઉપક્રમે ‘ન્યુ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અને શિક્ષક ' વિષય અંતર્ગત શૈક્ષણિક સેમિનાર એચ બી કે સ્કૂલ, મેમનગર અમદાવાદ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે સમારંભ ના ઉદઘાટક તરીકે શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) અને અધ્યક્ષ તરીકે શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત) અને મહેમાન પદે શ્રી ભાવેશભાઈ જોશી (નવનીત એજ્યુકેશન ) ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ પદે શ્રી મનુભાઈ રાવલ (સ્થાપક પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), શ્રી પંકજભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ), શ્રી વિમલકુમાર પી મકવાણા (પ્રમુખ, ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ ), શ્રી મુક્તકભાઈ કાપડિયા (મેનેજીંગ ટ્રસ્ટી, એચ બી કે સ્કૂલ, મેમનગર ), શ્રી પરેશભાઈ પટેલ (મહામંત્રી ગુ.રા.ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળ), શ્રી અજિતકુમાર બી પટેલ (બોર્ડ મેમ્બર , ગુ.મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ) તેમજ ડો ભગવાનભાઇ પ્રજાપતિ (DEO અમદાવાદ જિલ્લા ) ઉપસ્થિત રહ્યા હતા ,
આ પ્રસંગે ૨ન્યુ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અને શિક્ષક' વિષય પર ચર્ચા કરવામાં આવી હતી
આ પ્રસંગે શ્રી અલ્પેશકુમાર બી જાની (પ્રમુખ અમદાવાદ જી.ઉ.મા. શિક્ષક સંઘ ) તેમજ અમદાવાદ જી.ઉ.મા. શિક્ષક સંઘ ના હોદ્દેદારો, રાજ્ય મહામંડળ ના હોદ્દેદારો બોર્ડ ના સભ્યશ્રીઓ , શિક્ષણવિદો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
