News of Monday, 9th February 2026
ગુજરાતમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ની સંખ્યા ડબલ થશે : ડો. કે.એલ. એન. રાવ
ડ્રગ્સ મામલે વર્લ્ડ રેકોર્ડ સહિત, કાબિલેદાદ કામગીરી કરનાર વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર ટીમને મુખ્ય પોલીસ વડા દ્વારા જાહેરમાં બિરદાવ્યા વડોદરામાં નાર્કોટિક્સ બ્યુરોની ઝોનલ ઓફિસનું ઉદ્ધાટન, રેલવે પોલીસ હેડ કવાટર, પોલીસ કમિશનર, રેન્જ વડા, જીલ્લા પોલીસ વડા, એસઆરપી કમાન્ડન્ટ ,સાયબર જાગળતિ સેમિનાર સહિતના મહત્વના પ્રોજેક્ટો; ગુન્હાહિત કળત્ય સાથે સંકળાયેલ પોલીસ સ્ટાફને છોડશે નહિ, સારા સ્ટાફની કદર, લોકો સાથે અયોગ્ય વર્તન ન કરવા ચિમકી... પોલીસ મહાનિર્દેશકની પરિણામલક્ષી વિઝિટ

રાજકોટ તા. રાજ્યમાં સાયબર ક્રાઈમ ંઁ લાઇન ઠગાઇ થાય ત્યારે તાત્કાલિક ૧૯૩૦ પર ફોન કરવાથી પરિણામ મળવાની સંભાવના ખૂબ વધી જાય છે, અને હાલમાં જે ૧૯૩૦ હેલ્પ લાઈને ૯૦ ની સંખ્યા છે તે ૧૮૦ કરવા નિર્ણય કર્યો હોવાનું રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો.કે. એલ એન.રાવ દ્વારા જણાવ્યું છે . વન ડે વન ડિસ્ટ્રિક્ટ, એક સ્થળે આખા ગુજરાતમાંથી એક છેડેથી બીજા છેડે સહુને એક સાથે તેડાવી ક્રાઈમ કોન્ફરન્સ યોજવાને બદલે જે તે મહાનગરમાં અને આસપાસની રેન્જ IG જીલ્લા પોલીસ વડા, એસએસરપી કમાન્ડન્ડ, રેલવે પોલીસના અધિકારીઓ, નાર્કોટિક્સ બ્યુરોના અધિકારીઓ સાથે બેઠક યોજવાની નવી પરંપરા મુજબ વડોદરામાં નાર્કોટિક્સ વિભાગની ઝોનલ ઓફિસના ઉદ્દઘાટન વિગેરે કાર્યક્રમમાં વડોદરા આવેલ ડો કે એલ એન.રાવે જણાવ્યું હતું. ભ્. NO ડ્રગ્સ ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારના નેતળત્વમાં વર્લ્ડ રેકોર્ડ કામગીરી અને ડ્રગ્સ મુદ્દે જે અસરકરક કામગીરી બદલ વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર અને ટીમને અભિનંદન આપ્યા હતા.
કોઈ પણ ગુન્હાહિત કળત્યમાં પોલીસની સંડોવણી સમયે તાત્કાલિક વડોદરા માફક પગલા ભરવા આદેશ આપવામાં આવ્યા છે. મહિલા, વડીલો, અને બાળકો વિરુદ્ધના અપરાધો વિરુદ્ધ કડક કાર્યવાહી સાથે, વડીલો સાથે પોલીસનું ગેર વ્યાજબી વર્તન ચલાવવામાં નહિ આવે.
પોલીસ તંત્રમાં વધતા જતાં અકાળે જીવન ટૂંકાવવાના બનાવો અંગે તણાવમુક્ત જીવન અંગેની તાલીમ અને સેમિનારો યોજી રહ્યા છીએ, સારી કામગીરી કરનારની પીઠ થાબડવા સાથે લોકો સાથે બિન જરૂરી અયોગ્ય વર્તન કરનાર સામે પગલા લેવાશે, સાયબર ક્રાઈમ, ડ્રગ્સ વિગેરે મામલે પ્રાધાન્યતા આપવામાં આવી રહી હોવાનું પણ ડૉ રાવે વિવિધ કાર્યક્રમોમાં જણાવેલ હતું.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
