<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

અમદાવાદ એરપોર્ટ પર અંડરવેરમાં સોનાની હેરાફેરી પર્દાફાશ દુબઈથી આવેલા શખસ પાસેથી કુલ 96 લાખનું સોનું ઝડપાયું

શખસે સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને તેણે પહેરેલા અન્ડરવેરમાં છુપાવ્યું હતું.કાતર વડે કાપીને ચેક કરાયું: સોનાને છુપાવવાની આ પદ્ધતિ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું,

 કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે અંડરવેરમાં સોનાની હેરાફેરી પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી 601.940 ગ્રામ સોનું, જેની કિંમત લગભગ ₹96 લાખ છે, જપ્ત કરવામાં આવ્યું. આરપીએ પાસે ખિસ્સામાં 3 લગડી સોનું છુપાવેલું હતું અને તપાસ દરમિયાન અંડરવેરમાં પણ સોનાની પેસ્ટ છુપાવી હોવાનું સામે આવ્યું. કસ્ટમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી સોનાનો મુદ્દામાલ કબજે કર્યો હતો 

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG-016થી અમદાવાદ પહોંચેલા એક શખસને અટકાવીને તપાસ હાથ ધરી હતી.

   તપાસ દરમિયાન શખસ પાસેથી 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી હતી. આ સોનાનો જથ્થો મુસાફરે ચાલાકીપૂર્વક પોતાના ખિસ્સામાં રાખેલા પર્સમાં છુપાવ્યો હતો. આ જપ્ત કરાયેલા 324.140 ગ્રામ સોનાની અંદાજિત બજાર કિંમત 51,73,274 જેટલી થાય છે. કસ્ટમ્સના અધિકારીઓને શખસની હિલચાલ પર શંકા જતાં તેની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. એમાં જાણવા મળ્યું હતું કે શખસે સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને તેણે પહેરેલા અન્ડરવેરમાં છુપાવ્યું હતું. આ પેસ્ટ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ 277.800 ગ્રામ શુદ્ધ સોનું (24 કેરેટ) પ્રાપ્ત થયું હતું, જેની કિંમત અંદાજે 44,33,688 આંકવામાં આવી છે.

 

(8:19 PM IST)