News of Tuesday, 10th February 2026
હાલોલના પાવાગઢ બાયબાસ નજીક ગોપીપુરા કસ્બા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી
ભંગારમાં રેક્ઝીનનું વેસ્ટ, કપડાના ડૂચાનો ઢગલો હોવાથી આગ પ્રસરી ગઈ

પંચમહાલના હાલોલના પાવાગઢ બાયબાસ નજીક ગોપીપુરા કસ્બા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ભંગારનો જથ્થો વધુ હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ભંગારમાં રેક્ઝીનનું વેસ્ટ, કપડાના ડૂચાનો ઢગલો હોવાથી આગ પ્રસરી ગઈ હતી. આગ વધારે ફેલાવ નહીં એ હેતુથી હાલોલ ફાયર બ્રિગેડ અને ખાનગી કંપનીના ફાયર ફાયટર કામે લાગ્યા હતાં.આગ કયા કારણોસર લાગી એ હજુ બહાર આવ્યું નથી
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
