તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th February 2026
ક્રોધ કે આવેશમાં બોલાયેલા શબ્દોને આપઘાતની ઉશ્કેરણીનું કારણ ગણાય નહીં
પત્નીને આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કરતો હાઇકોર્ટેનોં ચુકાદો

અમદાવાદ,તા.૧૦: આપઘાતની દુષ્પ્રેરણાના મામલે હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને ઠરાવ્યું છે કે ક્રોધ કે આવેશમાં આવીને બોલાયેલા શબ્દો અને એ શબ્દોથી આવું પરિણામ આવી શકે એનો કોઇ ઇરાદો ન હોય ત્યારે તેને આપઘાત માટેની ઉશ્કેરણીનું કારણ ગણી શકાય નહીં. સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડવાનો ચુકાદો આપતાં તેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કરેલી અપીને જાસ્ટિસ સંજીવ જે. ઠાકર દ્વારા ફગાવી કાઢવામાં આવી હતી.
હાઈકોર્ટે આ ચુકાદામાં આરોપી પતિને પત્નીને આપઘાતની દુષ્પ્રેરણા કેસમાં નિર્દોષ જાહેર કરવાના આદેશને માન્ય રાખ્યો છે. કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,આરોપી વિરુદ્ધ માત્રને માત્ર આક્ષેપો છે, પરંતુ જ્યારે આપઘાત થયો ત્યારે આરોપી ઘટના સ્થળની નજીક કંઇ કરી રહ્યો હોય એવું ફરિયાદી પક્ષ સાબિત કરી શક્યો નથી. પતિએ સીધી રીતે એવી કોઇ હરકત કે કૃત્ય કર્યું હોવાનું સામે આવતું નથી કે જેના કારણે મૃતક આપઘાત કરવા મજબૂર થઇ હતી. આઇપીસીની કલમ ૪૯૮(A), ૩૦૬ અને ૧૧૪ હેઠળ નોંધાયેલા કેસમાં સેશન્સ કોર્ટે પણ આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.
જસ્ટિસ સંજીવ ઠાકરની સિંગલ બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગુસ્સા, ક્રોધ કે આવેશના ઉશ્કેરાટમાં ઉચ્ચારવામાં આવેલા શબ્દોને ઉશ્કેરણી કહી શકાય નહીં. ફરિયાદ પક્ષ એવું સાબિત કરી શક્યો નથી કે કોઈ આરોપીનું કોઇ સક્રિય અથવા સીધું કૃત્ય હતું, જેના કારણે મૃતકની પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો અને તેને આપઘાત માટે પ્રેરિત કરવામાં આવી હતી. આ કેસની ફરિયાદમાં એવા આક્ષેપ હતાં કે ફરિયાદીની પુત્રીના લગ્ન ઘટનાના ત્રણ વર્ષ પહેલા આરોપી સાથે થયા હતા. તેમની પુત્રી સંયુક્ત પરિવારમાં રહેતી હતી અને લગ્નજીવનથી તેમને એક પુત્રનો જન્મ થયો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ મૃતકને ટોણા મારવાનું શરૂ કર્યું હતું અને તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ ત્રાસ નિયમિત રીતે થતો હતો અને એ અસહ્ય બનતાં મૃતકે કૂવામાં કૂદીને પોતાનું જીવનલીલા સંકેલી લીધી હતી. તેથી પતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે ટ્રાયલ જજે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો કે કારણ કે ફરિયાદ પક્ષ વાજબી શંકાથી આગળ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો.
આ કેસના તથ્યોનું અવલોકન કરતાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ એ સાબિત કરી શક્યો નથી કે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે યોગ્ય રીતે ઠરાવ્યું હતું કે રેકોર્ડ પર કોઈ એવા પુરાવા નથી કે આરોપીએ, વર્તન અથવા બોલાયેલા શબ્દો દ્વારા જાહેરમાં અથવા ગુપ્ત રીતે ખરેખર મૃતકને આપઘાત કરવા માટે ઉશ્કેરી હોય અને એવી દુષ્પ્રેરણા આપી હોય જેથી મૃતક માટે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
