<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સાણંદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયોઃ બુકાનીધારીઓ ૨૦થી ૨૫ લાખ ભરેલી બેગ ઝૂંટવીને ફરાર

અમદાવાદ તા.૧૦: સાણંદમાં એક લૂંટનો બનાવ બન્‍યો છે. સાણંદમાં આંગડિયા પેઢીનો કર્મચારી સરખેજ જઈ રહ્યો હતો તે દરમિયાન બુકાનીધારી ત્રણ શખ્‍સો કાળા રંગની બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા છે. આંગડિયા પેઢીના કર્મચારી અને ફરિયાદી ફારૂક ગનીયાણીએ કાળા રંગની બેગમાં ૨૦થી ૨૫ લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવ્‍યું છે. સાણંદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સાણંદમાં આંગડિયા પેઢીનો કર્મચારી ફારૂક ગનીયાણી સરખેજ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બુકાનીધારી ત્રણ શખ્‍સો એક બાઈક પર આવ્‍યા અને ફરિયાદીને રસ્‍તામાં આંતર્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ટુ વ્‍હીલરને રોકીને તેની પાસેથી કાળા રંગની બેગ ઝૂંટવી લીધી હતી. આ કાળા રંગની બેગમાં ૨૦થી ૨૫ લાખ હોવાની વિગતો મળી રહી છે. હાલ આ અંગે સાણંદ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(10:13 AM IST)