તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં હવે ૨૪૦ હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવાશે
૯૯ લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક, અત્યાર સુધીમાં ૧૭ મહાનગરપાલિકા-૧૫૨ નગરપાલિકામાં ૯૦ લાખ વૃક્ષોનું વાવેતર : કલીન એર એકશન પ્લાન્સને લોન્ચ કરાશે, માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજયના શહેરોમાં ૧૦૦ ટકા લેગસી વેસ્ટના નિકાલનો લક્ષ્ય

અમદાવાદ તા.૧૦: રાજ્ય સરકાર દ્વારા વિવિધ શહેરી વિસ્તારોમાં ૨૪૦ હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં બાગ-બગીચા, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે સ્પન્જ પાર્ક્સ અને અર્બન ફોરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. હાલ આ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓ હેઠળ છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કુલ ૩૪૦થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાંથી ૧૪૬ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે. રાજ્યના શહેરોને હરિયાળા બનાવવા માટે સરકારે ૧૯ લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેની સામે અત્યાર સુપીમાં ૧૭ મહાનગરપાલિકા અને ૧૫૨ નગરપાલિકામાં આશરે ૯૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. શહેરી પ્રદૂષણ સામે હવાની ગુણવત્તા સુધારવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકાઓને આવરી લેતા કલીન એર એક્શન પ્લાન્સને લોન્ચ કરાશે. જ્યારે, રાજ્યની બાકી રહેલી ચાર મોટી મહાનગરપાલિકા ભાવનગર જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર માટે પણ કલીન એર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
એવી જ રીતે સરકારે, રાજ્યભરમાં ૨૮૫થી વધુ સોલાર પ્રોજેક્ટ્સ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેથી શહેરોમાં નવનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધારી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાય. આ ઉપરાંત, ગંદા પાણીના પુનઃઉપયોગ માટે ૨૦ રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર (RTWW) પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જેમાં અંદાજે ૬૫૬ મિલિયન લિટર પ્રતિ દિન (MLD) પાણી પુનઃઉપયોગ માટે ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકારે માર્ચ ૨૦૨૬ સુધીમાં રાજ્યના શહેરોમાં ૧૦૦ ટકા લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૨૮૧,૮૦૨ લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે.
વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં ૪.૧૯ લાખ કિલોલિટરનો વધારો
શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા માટે કેય ધ રેઇન પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત રાજ્યની ૧૭ મહાનગરપાલિકા અને ૧૫૨ નગરપાલિકાઓમાં કુલ આશરે ૨,૩૦૦ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે શહેરોમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં આશરે ૪.૧૯ લાખ કિલોલિટરનો વધારો થયો છે. આ ઉપરાંત, ૨,૮૦૦ પ્રોજેક્ટ્સ હાલ અમલમાં છે, ૧,૨૦૦ પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને ૬૮૪૨ નવા પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.
૧૪૦ લેફન્ટ પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક તળાવોના - ડિેવલપમેન્ટ અનેઃ પુનઃરસ્થાપન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત કુલ ૧૪૦ લેકફ્રન્ટ પ્રોજેક્ટ્સનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી ૫૪ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે, ને પ્રોજેક્ટ્સ હાલ ચાલી રહ્યા છે. ૩ પ્રોજેક્ટ્સ ટેન્ડરના તબક્કામાં છે અને૨૦ પ્રોજેક્ટ્સ આયોજન હેઠળ છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
