<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

પોલીસી ડ્રિવન સ્‍ટેટ તરીકે ગુજરાતની વિવિધ પોલીસીઝનો લાભ લઈને શ્રીલંકા રસ ધરાવતા સહયોગના સેક્‍ટર્સમાં ગુજરાત સાથે સહભાગીતા કરી શકેઃ ભુપેન્‍દ્રભાઈ

ભૂપેન્‍દ્રભાઈ પટેલની સૌજન્‍ય મુલાકાત લેતા શ્રીલંકાના જનતા વિમુખ્‍તી પેરામુના જે.વી.પી.ના જનરલ સેક્રેટરી ટીલ્‍વિન સિલ્‍વા અને પ્રતિનિધિ મંડળ : નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં સુદ્રઢ થયેલા ભારત શ્રીલંકા સંબંધોને આગળ વધારવામાં ફળદાયી બેઠક : ગુજરાતની એક્‍સપર્ટિઝ - નોલેજ શેરીંગ અને કનો-હાઉનો લાભ લેવાની તત્‍પરતા વ્‍યક્‍ત કરીઃ વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૭માં જોડાવા મુખ્‍યમંત્રીનું આમંત્રણ : ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શન માટે આપવા અંગે આભાર વ્‍યક્‍ત કરતા શ્રીલંકાના જનરલ સેક્રેટરી

ગાંધીનગર, તા.૧૦: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સૌજન્‍ય મુલાકાત શ્રીલંકાના શાસક પક્ષ જનતા વિમુખ્‍તી પેરામુનાના જનરલ સેક્રેટરી ટિલ્‍વિન સિલ્‍વા અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. ભૂપેન્‍દ્રભાઈએ આ ડેલીગેશનને ગુજરાત મુલાકાતમાં આવકારતાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ભારત અને શ્રીલંકાના સંબંધો વધુ સુદ્રઢ થયા છે તેમજ બે દેશો વચ્‍ચે લાંબા ગાળાના ઐતિહાસિક અને સાંસ્‍કળતિક સંબંધોને જે વધુ ગતિ મળી છે તેમાં આ બેઠક ફળદાયી બનશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

તેમણે ગુજરાત પોલીસી ડ્રિવન સ્‍ટેટ છે ત્‍યારે વિવિધ સેક્‍ટર્સની પોલીસીઝનો લાભ શ્રીલંકા પોતાના રસ ધરાવતા સેક્‍ટર્સ માટે લઈ શકે તે માટે રાજ્‍ય સરકાર અને શ્રીલંકા વચ્‍ચે પરસ્‍પર સંકલનની હિમાયત કરી હતી. એટલું જ નહીં, વધુને વધુ ગુજરાતીઓ શ્રીલંકા પ્રવાસે જઈ શકે તે દિશામાં પણ આયોજન માટે ચર્ચા-વિમર્શ આ બેઠકમાં કર્યા હતા.

જે.વી.પી.ના જનરલ સેક્રેટરીશ્રીએ મહાત્‍મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ભૂમિ એવા ગુજરાત અને ભારતની તેમની આ પ્રથમ મુલાકાતથી તેઓ ભાવવિભોર થયાની અને ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયાની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો (રેલિક્‍સ) શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા પ્રદર્શન માટે ગુજરાતે આપ્‍યા છે તે માટે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. શ્રીયુત ટિલ્‍વિન સિલ્‍વાએ જરૂરિયાતના સમયે ભારતે હંમેશા શ્રીલંકાને ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર ડેવલોપમેન્‍ટ સહિતની મદદની તત્‍પરતા દર્શાવી છે અને પડખે ઉભું રહ્યું છે તેની કળતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.

તેમણે ગુજરાત-શ્રીલંકાની ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી અંગે પણ ઉત્‍કળષ્ટતા દર્શાવી હતી અને અમૂલની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરીને સહકાર ક્ષેત્ર સહિતના વિવિધ સેક્‍ટર્સમાં ગુજરાત પાસેથી એક્‍સપર્ટિઝ, નોલેજ શેરિંગ અને કનો-હાઉ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્‍યો હતો. ભૂપેન્‍દ્રભાઈ પટેલે આગામી વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૭માં શ્રીલંકાને પાર્ટનર કન્‍ટ્રી જોડાવાનું આમંત્રણ પાઠવ્‍યું હતું અને વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં રાજ્‍યની પ્રાદેશિક ઔદ્યોગિક ક્ષમતાઓ વિશ્વ સમક્ષ મૂકવા VGRCના સફળ આયોજનની પણ વિસ્‍તળત વિગતો આપી હતી. ભૂપેન્‍દ્રભાઈ સાથેની આ સૌજન્‍ય મુલાકાત બેઠકમાં મુખ્‍ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્‍ય સચિવ મમતા વર્મા, મુખ્‍યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્‍વરૂપ, મુખ્‍યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર) 

(11:26 AM IST)