તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 10th February 2026
પાટણના 1281 માં સ્થાપના દિને ભવ્ય શોભાયાત્રા નીકળી :રાજપૂત સમાજના યુવાનો રાજપુતાના પોશાકમાં સજ્જ થઈ ઘોડા પર સવાર થયા : બેન્ડ,ડી .જે ,સિદી ધમાલ અને મેવાસી નૃત્યએ આકર્ષણ જમાવ્યું
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ નગરપાલિકા , જિલ્લા વહીવટી તંત્ર ,પાટણ શહેર સ્થાપના દિવસ ઉજવણી સમિતિ અને વિવિધ સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૧૦ : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાટણ નગરપાલિકા , જિલ્લા વહીવટી તંત્ર ,પાટણ શહેર સ્થાપના દિવસ ઉજવણી સમિતિ અને વિવિધ સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા પાટણના 1281 માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે વિરાંજલી કાર્યક્રમ અને બપોરે મહાકાળી માતાજીના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
ઐતિહાસિક પાટણ નગરના 1281 માં સ્થાપના દિવસની ઉજવણી ભારે રંગે જંગે કરવામાં આવી હતી .ત્યારે સવારે રાજપૂત સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .ત્યારબાદ બપોરે રાજપૂત સમાજ, નગરપાલિકા ,જિલ્લા વહીવટી તંત્ર, સ્થાપના દિવસ ઉજવણી સમિતિ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી બપોરે શહેરમાં આવેલા પ્રાચીન મહાકાળી માતાજીના મંદિર ખાતે માતાજીની મહા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શોભાયાત્રા ને લીલી ઝંડી આપી સ્વસ્થાન કરાવવામાં આવી હતી .શહેરના રાજકીય ,સામાજિક અગ્રણીઓ , રાજપૂત સમાજના અગ્રણીઓ ,જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા .શોભાયાત્રામાં નિશાન ડંકો ,બેન્ડ , ડી.જે , મેવાસી નૃત્ય ,સિદી ધમાલ નૃત્ય તેમજ ઓમ શાંતિ , રોટરી ક્લબ અને વિવિધ સંસ્થાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી બગવાડા દરવાજા ખાતે પહોંચતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજા સિધ્ધરાજ જયસિંહ અને વીર વનરાજ ચાવડાને માલ્યા અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે જાહેર સભા યોજાઇ હતી .જેમાં પાટણના ભવ્ય ભૂતકાળ અને તેના અદભુત શિલ્પ સ્થાપત્ય મહાન રાજવીઓને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
શોભાયાત્રામાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર ,જિલ્લા પોલીસ વડા વી .કે .નાઈ ,ડો.જ્યેન્દ્ર સિંહ જાડેજા ,પૂર્વ મંત્રી કિર્તી સિંહ વાઘેલા ,દિપકસિંહ ઝાલા ,ડી વાય એસ પી ,કે .કે.પંડ્યા ,એસ ઓ જી પી આઈ,આર.જી.ઉનાગર ,એ ડિવિઝન પી આઈ,કે .જે .ભોંય, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ,યતીન ભાઈ ગાંધી , મનોજભાઈ પટેલ ,મદારસિંહ ગોહિલ ,મહિપતસિંહ રાજપૂત , હર્ષ પટેલ ,મહાસુખભાઈ મોદી ,સંજયભાઈ પટેલ , મુકેશ ભાઈ દેસાઈ ,કિશોરભાઈ મહેશ્વરી ,સતીસ ભાઈ ઠક્કર ,અજયભાઈ પરમાર ,ડો. પરિમલ જાની ,દિલીપભાઈ પટેલ ,બાબુસિંહ ઝાલા ,જશવંતસિંહ વાઘેલા , હિનાબેન શાહ ,મુકેશભાઈ પટેલ ,શૈલેષભાઈ પટેલ ,ધીરુભાઈ શાહ ,રાજેન્દ્રભાઇ હિરવાણીયા ,ધીરજભાઈ વિગેરે અગ્રણીઓ રાજપૂત સમાજ ના અગ્રણીઓ ,યુવાનો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા .
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
