<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ફિલ્મ અભિનેતા સની દેઓલ કચ્છમાં: રોડ ટુ હેવનમાં વિતાવી શાંત પળો : જુઓ વિડિયો

વ્યક્ત કરી લાગણી અહીં આત્મિક શાંતિનો અનુભવ, ધોળાવીરાની પણ લીધી મુલાકાત : પાણીની વચ્ચે આ એક પ્રવાસ નહીં પણ આત્મિક સુખની લાગણી હોવાનું વ્યક્ત કર્યું

(વિનોદ ગાલા દ્વારા ભુજ) તા.૧૦ : ફિલ્મ અભિનેતા સની દેઓલ આજકાલ બોર્ડર 2 ની સફળતા સાથે ભારે ચર્ચામાં છે. આજે તેમણે કચ્છમાં રોડ ટુ હેવનની મુલાકાત લઈ પોતાનો અનુભવ શેર કર્યો હતો. વિશાળ અનંત આકાશ અને રોડ ટુ હેવનના પાણીની વચ્ચે આ એક પ્રવાસ નહીં પણ આત્મિક સુખની લાગણી હોવાનું વ્યક્ત કર્યું હતું. કચ્છની શાંતિ અને પ્રકૃતિની રમણીયતા તેમને સ્પર્શી ગઈ હતી. જો કે, રોડ ટુ હેવન આજે વિશ્વભર માં પ્રખ્યાત સ્પોટ છે. ફિલ્મ અભિનેતા સની દેઓલ એ ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી. સની દેઓલ બોર્ડર 2 ની સફળતા બાદ વિવિધ શહેરોની મુલાકાત લઈ પોતાની ખુશી વ્યક્ત કરતા રહે છે.

(3:04 PM IST)