<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

ગુજરાત ક્ષમતાવર્ધનમાં અન્‍ય રાજયો માટે ઉદાહરણરૂપ : સુધા ચૌહાણ

કેપેસીટી બિલ્‍ડીંગ કમિશનના વડા સ્‍પીપાની મુલાકાતે

રાજકોટ, તા.૧૦: કેપેસીટી બિલ્‍ડીંગ કમિશનના ચેરપર્સન સુશ્રી રાધા ચૌહાણ, IAS એ ગુજરાતની મુલાકાત લીધેલ. તેઓની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓએ મુખ્‍યમંત્રીશ્રીના મુખ્‍ય સલાહકારશ્રી હસમુખ અઢિયા તથા સ્‍પીપાના મહાનિદેશકશ્રી હારીત શુક્‍લા સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરીને ગુજરાત રાજ્‍યમાં સરકારી કર્મચારીઓના કેપેસીટી બિલ્‍ડીંગ બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરેલ.

સુશ્રી રાધા ચૌહાણ, IASની સ્‍પીપા ખાતે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવેલ, જે મુલાકાત દરમિયાન સ્‍પીપા, અમદાવાદ ખાતે ચાલતી વિવિધ તાલીમી પ્રવળત્તિઓ અંગે, કર્મયોગી પ્રશિક્ષણ મહાભિયાન અંગે તથા સ્‍પીપા ખાતે યોજાયેલ સ્‍પેશીઅલ ફાઉન્‍ડેશન કોર્સ અંગે માહિતી આપવામાં આવેલ. આ ઉપરાંત, ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા આપવામાં આવેલ રીપોર્ટસમાં રાજ્‍ય સરકારને કરવામાં આવેલ ભલામણોની પણ ચર્ચા કરવામાં આવેલ. તેમણે ક્ષમતા વર્ધનમાં ગુજરાત અન્‍ય રાજયો માટે ઉદાહરણરૂપ હોવાનું જણાવ્‍યુ હતું. રાજ્‍યની ઉચ્‍ચતમ તાલીમ સંસ્‍થા સ્‍પીપા ખાતે ચાલતી એક્રેડીટેશનની પ્રક્રિયા તથા રાજ્‍યના વિભાગોના એન્‍યુઅલ કેપેસીટી બિલ્‍ડીંગ પ્‍લાનથી પણ તેઓને અવગત કરાવવામાં આવેલ.

સંસ્‍થાના ઉક્‍ત પ્રયાસોની તેઓએ સરાહના કરતા વધુમાં ઉમેર્યું હતું કે, કેપેસીટી બિલ્‍ડીંગ કમિશન ગુજરાત સરકાર તથા સ્‍પીપાને તેમના કેપેસીટી બિલ્‍ડીંગને મૂર્તિમંત કરવાના પ્રયાસોમાં પૂર્ણપણે સહકાર આપશે.

 

(2:09 PM IST)