News of Tuesday, 10th February 2026
રાજ્યના ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા મુખ્ય કલાર્કની સામુહિક બદલીના આદેશ : 27 કર્મચારીઓની વિવિધ જિલ્લાઓ અને વડી કચેરીમાં આંતરિક ફેરબદલ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગાંધીનગર વડી કચેરીની વિવિધ શાખાઓ સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓની જાહેરહિત અને સ્વવિનંતીના આધારે બદલી : તાત્કાલિક અસરથી ચાર્જ સોંપી નવા સ્થળે હાજર થવા ઉદ્યોગ કમિશનરનો હુકમ

ગાંધીનગર, તા. 10 : રાજ્યના ઉદ્યોગ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મુખ્ય કલાર્ક, વર્ગ-૩ સંવર્ગના ૨૭ કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. ઉદ્યોગ કમિશનરની કચેરી અને તેના નિયંત્રણ હેઠળના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં ફરજ બજાવતા આ કર્મચારીઓની બદલી જાહેરહિત, વહીવટી અનુકૂળતા તેમજ કર્મચારીઓની સ્વવિનંતીની અરજીઓને ધ્યાને રાખીને કરવામાં આવી છે.
બદલી પામેલા મુખ્ય કલાર્કની વિગતવાર યાદી:
૧. ડી.બી.જાડેજા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટથી સ.ખ.શાખા, વડી કચેરી.
૨. આર.વી.સોલંકી: મહેકમ શાખા, વડી કચેરીથી વહિવટ શાખા, વડી કચેરી.
૩. શ્રીમતી એસ.આર.રાવલ: એમ.એસ.એમ.ઈ-પ્રોત્સાહન શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સાબરકાંઠા.
૪. એ.એચ.ભાવસાર: ઇન્ફ્રા શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આણંદ.
૫. જે.કે.સિંધવ: લાર્જ-પ્રોત્સાહન શાખા, વડી કચેરીથી સંકલન શાખા, વડી કચેરી.
૬. એચ.ડી.પંચાલ: આઇ.એમ.શાખા, વડી કચેરીથી આંકડા શાખા, વડી કચેરી.
૭. શ્રીમતી પી.એમ.પટેલ: આઈ.એમ.શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણા.
૮. એમ.સી.પટણી: વહિવટ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ.
૯. સી.એન.અસારી: ઇન્ફ્રા શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અરવલ્લી (સ્વવિનંતી).
૧૦. બી.આઇ.સાગર: અ.ઉ.કશ્રીનું કાર્યાલય, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરેન્દ્રનગર.
૧૧. આર.ડી.પરમાર: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પંચમહાલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, છોટાઉદેપુર.
૧૨. ડી.એ.પટેલ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાટણથી એમ.એસ.એમ.ઇ-પ્રોત્સાહન શાખા, વડી કચેરી (સ્વવિનંતી).
૧૩. વી.કે.ચૌધરી: વહિવટ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ.
૧૪. ડી.એન. રેણુકા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મોરબીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કચ્છ.
૧૫. કે.બી.ચૌધરી: હિસાબી શાખા, વડી કચેરીથી મહેકમ શાખા, વડી કચેરી.
૧૬. એન.જે.પટેલ: એમ.એસ.એમ.ઇ-વિકાસ શાખા, વડી કચેરીથી એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ શાખા, વડી કચેરી.
૧૭. આર.વી.પટેલ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, હિંમતનગરથી સોલ્ટ-ટેક્ષટાઇલ શાખા, વડી કચેરી.
૧૮. કે.ડી.ઝાલા: વહિવટ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ.
૧૯. શ્રીમતી કે.એસ.શાહ: આંકડા શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર.
૨૦. કે.એન.કડીયા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સાબરકાંઠાથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પાટણ.
૨૧. એસ.કે.ગાંધર્વ: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગરથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વડોદરા.
૨૨. એન.ડી.રથવી: મહેકમ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ખેડા.
૨૩. એમ.એ.દંતાણી: એમ.એસ.એમ.ઇ-વિકાસ શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મોરબી.
૨૪. એન.ડી.કાપડીયા: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બનાસકાંઠા.
૨૫. એચ.એન.ફનાત: જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહેસાણાથી હિસાબી શાખા, વડી કચેરી (સ્વવિનંતી).
૨૬. એચ.આઈ.પટેલ: સંકલન શાખા, વડી કચેરીથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ.
૨૭. શ્રીમતી એચ.એ.ત્રિવેદી: એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ શાખા, વડી કચેરીથી સ.ખ.શાખા, વડી કચેરી.
વહીવટી આદેશો અને શરતો:
આ તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા થઈ સંબંધિત નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે. જે કર્મચારીઓ પાસે વધારાનો હવાલો હતો, તેઓને તેમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સ્વવિનંતીથી બદલી મેળવનાર કર્મચારીઓને કોઈપણ પ્રકારનું બદલી મુસાફરી ભથ્થું કે વાટચાલનો સમય મળવાપાત્ર રહેશે નહીં. વહીવટી અનુકૂળતા મુજબ આ હુકમમાં ફેરફાર કરવાની સત્તા ઉદ્યોગ કમિશનરની કચેરી પાસે અબાધિત રહેશે. તમામ કર્મચારીઓએ પોતાના ટેબલ હસ્તકની કામગીરી અને ફાઇલોનો સંપૂર્ણ ચાર્જ સોંપવાની કાર્યવાહી કરવાની રહેશે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
