News of Tuesday, 10th February 2026
વિરમગામના વિકાસ ડે કેર સેન્ટરના દિવ્યાંગ બાળકોને સાળંગપુરનો પ્રવાસ કરાવવામાં આવ્યો
વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરાના દીકરાના જન્મદિવસ નિમિત્તે પ્રવાસ ખર્ચ પેટે 11 હજાર રૂપિયાનું ડોનેશન અપાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના લાયન્સ ક્લબ ઓફ વિરમગામ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટરના દિવ્યાંગ બાળકોને સાળંગપુર હનુમાનજી મંદિર અને કુંડળનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરાએ દિવ્યાંગ બાળકો પ્રવાસમાં જઈ શકે તે માટે નગરપાલિકાની એમ્બ્યુલન્સ સેવામાં આપી અને દીકરાના જન્મદિવસ નિમિત્તે પ્રવાસ ખર્ચ પેટે 11000 રૂપિયાનું ડોનેશન પણ આપ્યું હતું. દિવ્યાંગ બાળકોએ ધાર્મિક શૈક્ષણિક પ્રવાસને માણ્યો હતો. વિકાસ ડે કેર સેન્ટર વિરમગામના હેમાબેન ઠક્કરનો સ્ટાફ પણ બાળકોની સાથે પ્રવાસમાં ગયો હતો અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવવામાં આવી હતી.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
