<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

પશ્ચિમ રેલવે દ્વારા ફેસ્ટિવલ સીઝન દરમિયાન અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેન ચલાવવા નિર્ણય

ટ્રેન નંબર 01920 / 01919 અસારવા–આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ ટ્રેનની કુલ 42 ટ્રિપ રહેશે.

અમદાવાદ : પશ્ચિમ રેલવે દ્વારા આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશલ ટ્રેન, વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 01920 / 01919 અસારવા–આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ ટ્રેનની કુલ 42 ટ્રિપ રહેશે

 . ટ્રેન નંબર 01920 અસારવા–આગ્રા કેન્ટ સ્પેશલ 02 માર્ચથી 30 માર્ચ 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) અસારવાથી દરરોજ 14.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07.45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ–અસારવા સ્પેશલ 01 માર્ચથી 29 માર્ચ 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) આગ્રા કેન્ટથી દરરોજ 18.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.10 વાગ્યે અસારવા પહોંચશે.

(6:35 PM IST)