News of Tuesday, 10th February 2026
મહીસાગર: 123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી : જલ જીવન મિશનમાં ગેરરીતિ બદલ 7 કર્મચારીઓ ફરજ પરથી દૂર કરાયા
પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન અટકાવાયું: કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર છોડવા પર મનાઈ

મહીસાગર: 123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જલ જીવન મિશનમાં ગેરરીતિ બદલ 7 કર્મચારીઓ ફરજ પરથી દૂર કરાયા છે. પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન અટકાવાયું. છે કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર છોડવા પર મનાઈ કરાઈ છે. આસીસ્ટન્ટ મેનેજર અને કો-ઓર્ડીનેટર કક્ષાના કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે . જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરે આદેશ બહાર પાડ્યો છે . પોલીસ દ્વારા પણ નલ સે જલ યોજનાના કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
