<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા અને જોટાણા તાલુકા મથકોને ગ્રામોત્થાન યોજનામાં સમાવેશ કરાયો

હવે બંને મથકોમાં શહેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે : સતલાસણામાં ૪૬ અને જોટાણામાં ૧૫ વિવિધ વિકાસકામો હાથ ધરાશે

મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા અને જોટાણા તાલુકા મથકોને ગ્રામોત્થાન યોજનામાં સામેલ કરવામાં આવતા હવે બંને મથકોમાં શહેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નગરપાલિકા ન હોય તેવા આ તાલુકા મથકોનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેના હેઠળ સતલાસણામાં ૪૬ અને જોટાણામાં ૧૫ વિવિધ વિકાસકામો હાથ ધરાશે

આ યોજનામાં સીસી રોડ, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકો માટે શિક્ષણ, માળખાકીય સુવિધા અને જીવનસ્તર સુધરે. ગ્રામ્ય કક્ષાએથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવી, ગામડાંમાં જ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

(11:03 AM IST)