<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

કાલે દેશભરમાં વીજ કર્મચારીઓ-ઇજનેરોની હડતાલ

વીજળી ખાનગીકરણ બીલનો ઉગ્રવિરોધ અનેક માંગણીઓ મૂકીઃ ગુજરાતના ૭ હજાર ઇજનેરો સહિત ૪પ હજાર કર્મચારીઓ જોડાશે

રાજકોટ, તા. ૧૧: ઓલ ઇન્‍ડયા પાવર એન્‍જીનીયર ફેડરેશન (AIPEF) દ્વારા કેન્‍દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્રમાં ઉર્જામંત્રી દ્વારા વીજળી ખાનગીકરણ, ઇલેક્‍ટ્રીસીટી (એમેન્‍ડમેન્‍ટ) બીલ ૨૦૨૫ તથા પ્રરસ્‍તાવતિ નેશનલ ઇલેક્‍ટ્રીસીટી પોલીસી ૨૦૨૬ તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ના રોજ સંસદમાં રજૂ કરવાના વિરિધમાં દેશભરમાં હડતાલનું એલાન કરેલ હોય તે સંદર્ભે ગુજરાતમાંથી GEBEA અને AGVKS (ગુજરાત ઊર્જા સંયુત સંકલન સમતિ) ના ૭૦૦૦ ઈજનેરો સહીત ૪૫૦૦૦ કર્મચારીઓ વિરોધ પ્રદસિત કરશે.

AIPEF એ કડક ચેતવણી પણ આપી છે કે જો બજેટ સત્ર દરમિયાન સંસદમાં વીજળી (સુધારા) બીલ ૨૦૨૫ રજૂ કરવામાં આવશે, તો દેશભરના વીજ કર્મચારીઓ સાથે મળીને પાવર એજનિયિરો તાત્‍કાલકિ વીજળી વિરોધી કાર્યવાહી શરૂ કરશે, જેમાં કામ બંધ કરવું અને સામૂહીક રસ્‍તા પર આંદોલનનો સમાવેશ થાય છે.

ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ નીચેની મુખ્‍ય માંગણીઓ રજૂ કરવામાં આવી છેઃ

(૧) વીજળી (સુધારા) બીલ, ૨૦૨૫ તાત્‍કાલિક પાછુ ખેંચવું, જે ખાનગીકરણ અને બહુ લાયસન્‍સગિને પ્રોત્‍સાહન આપે છે, સબસીડીને જોખમમાં મૂકે છે. ટેરફિમાં વધારો કરે છે અને ખાનગી ખેલાડીઓને નફાકારક પસંદ કરવાની મંજૂરી આપે છે.

(ર) શાંત અધનિયિમ, ૨૦૨૫ પાછો ખેંચવો, જે પરમાણુ સલામતી અને જવાબદારીને નબળી પાડે છે.

(૩) રાષ્‍ટ્રીય વીજળી નીતિ ૨૦૨૬ પાછી ખેંચી લેવી, જે ઉત્‍પાદન, ટ્રાન્‍સમશિન અને વિતરણમાં ખાનગીકરણને આક્રમક રીતે આગળ ધપાવે છે.

(૪) સ્‍માર્ટ મીટરીંગ  પાછું ખેંચવું.

(પ) નોકરીઓનુ કરારીકરણ બંધ કરી અને કરાર આધારીત કર્મચારીઓને નિયમીત કરો, જેઓ નોકરીની સુરક્ષા અથવા સામાજીક સૂરક્ષા ચલાવી રહ્યા છે. આ અંગે ગુજરાતમાં આગેવાનો બળદેવભાઇ પટેલ, એચ.જી. વઘાસીયા માર્ગદર્શન આપી રહયા છે.(૬.૬)

(2:53 PM IST)