News of Wednesday, 11th February 2026
એન્જિનિયરિંગમાં હવે દીકરીઓનો દબદબોઃ હિસ્સો થયો ૨૫ ટકા
૨૦૧૫-૧૬થી ૨૦૨૫-૨૬ દરમિયાન એન્જિનિયરિંગની બેઠકોમાં વિદ્યાર્થિનીઓની હિસ્સો ૧૪ ટકાથી વધીને ૨૫ ટકા થયો : રાજ્યમાં દર ૪ એન્જિનયિરિંગ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થિની છે. આ સંખ્યા એન્જિનિયરિંગ માત્ર પુરુષો માટે છે તેવા ખ્યાલને તોડી રહી છે

અમદાવાદ,તા.૧૧: : ૧૧ ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ વિમેન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ તરીકે ઉજવવામાં આવે છે. આ દરમિયાને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC)ના ડેટા મુજબ, ૨૦૧૫-૧૬થી ૨૦૨૫-૨૬ દરમિયાન એન્જિનિયરિંગની બેઠકોમાં વિદ્યાર્થિનીઓની હિસ્સો ૧૪ ટકાથી વધીને ૨૫ ટકા થયો છે. તેનો અર્થ રાજ્યમાં દર ૪ એન્જિનયિરિંગ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થિની છે. આ સંખ્યા એન્જિનિયરિંગ માત્ર પુરુષો માટે છે તેવા ખ્યાલને તોડી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા થોડા વર્ષોથી રાજ્યમાં STEM (સાયન્સ, ટેક્રોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) કોર્સમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે વિદ્યાર્થિનીઓ અત્યાર સુધી માત્ર કોમ્પ્યુટર કે આઈટી જેવી પરંપરાગત બ્રાન્ચ પસંદ કરતી હતી, પરંતુ હવે તેઓ મિકેનિકલ અને સિવિલ એન્જિનિરિંગ પણ પસંદ કરી રહી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
