<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

પોરબંદરથી મુંબઇ અને દિલ્‍હીની સીધી વિમાની સેવા શરૂ કરવા માંગણી

રાજયસભામાં રામભાઇ મોકરિયાએ પોરબંદરથી નિયમિત ફલાઇટ સેવાનો પ્રશ્‍ન ઉઠાવ્‍યોઃ રામભાઇએ જણાવેલ કે ગાંધીજી અને સુદામાનગરથી મોટા શહેરો સાથે વિમાની સુવિધાથી આર્થિક સામાજિક અને પર્યટન વિકાસમાં ગતિ આવશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧: ગાંધીજી અને સુદામાનગરી તરીકે વિશ્વ વિખ્‍યાત પોરબંદરથી સરકારની ‘‘ઉડાન યોજના'' હેઠળ મુંબઇ અને દિલ્‍હીની સીધી વિમાની સેવા દરરોજ ચાલુ કરવાનો રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ રાજયસભામાં પ્રશ્‍ન ઉઠાવીને આ વિમાની સેવા વહેલીતકે શરૂ કરવા સરકારને અનુરોધ કર્યો છે. રામભાઇ મોકરિયાએ જણાવેલ હતુ કે પોરબંદરથી મુંબઇ અને દિલ્‍હીની ફલાઇટથી શહેરના આર્થિક સામાજીક, પર્યટન વિકાસમાં ગતિ આવશે.

પોરબંદરથી રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા એ ગાંધી - સુદામાની નગરીમાં નિયમિત વિમાની સેવા અંગેનો મુદ્દો રાજ્‍યસભામાં રજૂ કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, ગાંધી-સુદામાનગરી માં ઉડાન યોજના અંતર્ગત મુંબઈ, દિલ્‍હી ની દરરોજ ડાઇરેક્‍ટ વિમાની સેવા શરૂ કરવી ખુબ જરૂરી છે, આ સેવા શહેરના આર્થિક, સામાજિક, પર્યટન અને વિકાસમાં મહત્‍વની સાબિત થશે દર્દીઓ માટે પણ અત્‍યંત ઉપયોગી બનશે.

સાંસદશ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્‍યું હતું કે, પોરબંદર એ ગુજરાતનું માત્ર એક શહેર નથી પરંતુ મહાત્‍મા ગાંધીજી અને સુદામાજી ની જન્‍મભૂમિ છે, સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. છતાં પણ ઐતિહાસિક અને મહત્‍વપૂર્ણ શહેર આજે પણ પૂરતી હવાઈ સેવાથી વંચિત છે, જે આપણા માટે દુઃખદ બાબત છે, મારી વિંનતી છે કે,  પોરબંદર થી મુંબઈ અને દિલ્‍હી જેવા દેશના બે મુખ્‍ય શહેરો મુંબઈ ભારતનું આર્થિક પાટનગર છે અને દિલ્‍હી દેશ ની રાજધાની છે, આ બંન્ને શહેરો સાથે ડાઇરેક્‍ટ હવાઈ જોડાણ પોરબંદરના વિકાસ માટે અનિવાર્ય છે.

આજની પરિસ્‍થિતિમાં પોરબંદરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતવર્ગ તથા ગંભીર સારવાર માટે મુસાફરી કરતા લોકો મુશ્‍કેલીભરી મુસાફરી કરવા મજબુર છે. રોડ કે રેલ માર્ગે મુંબઈ કે દિલ્‍હી પહોંચવા માટે અનેક કલાકો ખર્ચવા પડે છે. જેના કારણે સમય, શક્‍તિ અને નાણાનો વ્‍યય થાય છે. જો સીધી ફ્‌લાઇટ સેવા ઉપ્‍લબધ થાય તો તેમાં નોંધપાત્ર રાહત મળે. આ સાથે સાથે પોરબંદર પર્યટન ની દ્રષ્ટિએ પણ અત્‍યંત મહત્‍વ ધરાવે છે, મહાત્‍મા ગાંધીનું જન્‍મ સ્‍થળ અને સુદામાજીની જન્‍મ ભૂમિ, સુંદર દરિયાકિનારો, પ્રાચીન મંદિરો, અને ઐતિહાસિક ધરોહર આવેલ છે પરંતુ યોગ્‍ય કનેક્‍ટિવિટી ના અભાવે અનેક દેશી વિદેશી પ્રવાસીઓ ને અહીં આવી શકતા નથી,  મુંબઈ અને દિલ્‍હીની સીધી ફ્‌લાઇટ સેવા શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્ર માં વધારો થશે, સ્‍થાનિક વેપાર વધશે તેમ રામભાઇએ રાજયસભામાં જણાવેલ હતું.

યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે, આજના યુગમાં હવાઈ સેવા કોઈ વૈભવ નથી પરંતુ વિકાસ ની આવશ્‍યકતા છે, સરકાર ઉડાન યોજના અંતર્ગત નાના શહેરો માં હવાઈ સેવા લાવવાની પ્રતિબદ્ધતા લાવી ચુકી છે, ત્‍યારે પોરબંદર જેવા ઐતિહાસિક આ ફ્‌લાઇટ સેવા શરૂ કરવી યોગ્‍ય અને સમયોચિત નિર્ણય સાબિત થશે. હું ભારત સરકારને અપીલ કરું છુ કે તેઓ પોરબંદર થી મુંબઈ અને પોરબંદર દિલ્‍હીની હવાઈ સેવા વહેલી તકે શરૂ કરે આ નિર્ણય આર્થિક, સામાજિક, પર્યટન અને વિકાસમાં મહત્‍વની સાબિત થશે. પોરબંદર થી દ્વારકા અને સોમનાથ બન્ને ઉત્તર દક્ષિણ ૧૦૦-૧૦૦ કિલોમીટર છે. મને આશા છે કે, સરકાર યોગ્‍ય નિર્ણય લેશે. તેમ રાજયસભામાં રામભાઇ મોકરિયાએ જણાવેલ હતું.

 

(12:21 PM IST)