News of Wednesday, 11th February 2026
આ મહિનામાં ત્રણ-ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, શું ફરી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ ?
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને પ. ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તો હિમાચલના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા-વરસાદ પડશેઃ હવામાનખાતું

અમદાવાદઃ જો તમને લાગતું હોય કે ઠંડી પૂરી થઈ ગઈ છે અને તમારા ધાબળા પેક કરવાનો સમય થઈ ગયો છે, તો જરા થોભી જજો. ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ઠંડીનું મોજું ફરી તીવ્ર બની શકે છે. પヘમિી વિક્ષોભ સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડા પવનો લાવશે, જેના કારણે લદ્યુત્તમ તાપમાનમાં દ્યટાડો થશે. તો તેની અસર ગુજરાતના હવામાનમાં પણ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે એવી પણ આગાહી આપી છે કે, સતત ત્રણ પヘમિી વિક્ષેભની અસરને કારણે, પヘમિ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની આશંકા છે. પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જયારે બીજું ૧૩મી તારીખે અને ત્રીજું ૧૬-૧૭ ફેબ્રુઆરી, દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે.
આઇએમડી અનુસાર પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં રાત્રિ અને સવારના કલાકો દરમિયાન ઠંડી વધશે. તાજેતરના દિવસોમાં હવામાન થોડું સ્થિર રહ્યું છે, પરંતુ હવે હળવો શિયાળો ફરી આવતો દેખાશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે આગામી ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી. ૧૪મી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક બપોરે ગરમી અનુભવાઈ રહી છે. મિક્સ સીઝન હવે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજયભરમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
પંજાબથી ઉત્તર પ્રદેશમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં પંજાબ, હરિયાણા-ચંદીગઢ, રાજસ્થાન અને પヘમિ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ કારણે આ રાજયો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. વધુમાં ૧૧ ફેબ્રુઆરીથી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા શરૂ થવાની ધારણા છે. ૧૩ અને ૧૬ ફેબ્રુઆરીએ અલગ અલગ સ્થળોએ વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
