<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

સુરતમાં કોંગ્રેસના બે નેતા વચ્ચે પૈસાની લેતી દેતીમાં મારામારી:કોંગ્રેસના મહામંત્રી પર ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખે હુમલો કર્યો

શહેર કોંગ્રેસના મહામંત્રી અવનીશ તિવારી પર 15 જેટલા શખ્સોએ હુમલો કર્યો:યુથ કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ પ્રિન્સ પાંડે અને તેમના સાથીદારોએ લોખંડના સળિયા અને ફટકા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો

સુરત શહેરમાં કોંગ્રેસના બે નેતા વચ્ચે પૈસાની લેતી દેતીમાં મારામારીનો બનાવ બન્યો છે. શહેરના કોંગ્રેસના મહામંત્રી પર, ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખે જીવલેણ હુમલો કર્યો છે. શહેર કોંગ્રેસ મહામંત્રી અને ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે રૂપિયાની લેવડ દેવડ મુદ્દે માથાકુટ મારામારીમાં પરિણામી હતી. 

  સુરત શહેર કોંગ્રેસના મહામંત્રી અવનીશ તિવારી પર 15 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. યુથ કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ પ્રિન્સ પાંડે અને તેમના સાથીદારોએ લોખંડના સળિયા અને ફટકા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પૈસાની લેતી-દેતીના વિવાદમાં સમાધાન કરવા બોલાવી હુમલો કરાયાની વાત સામે આવી. ગંભીર રીતે ઘાયલ અવનીશ તિવારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડાયો છે. છેલ્લા ચાર દિવસથી પૈસાની લેવડ દેવડ અંગે માથાકુટ ચાલતી હતી

(8:30 PM IST)