News of Wednesday, 11th February 2026
અમદાવાદના બાપુનગર માં આશ્ચર્યજનક ઘટના : પાંચ વર્ષ પહેલા બાઈક ચોરાઈ ગયું : મેમો માલિકના ફોનમાં આવ્યો
બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦૨૧ માં બાઇક ચોરી થયેલું પાંચ વર્ષનો સમય થઈ ગયો. પોલીસ બાઇક ન શોધી શકી, પરંતુ તેનો ફોટો સાથેનો મેમો આવ્યો.

અમદાવાદમાં એક બાઇક ચાલકનું બાઇક પાંચ વર્ષ પહેલા ચોરી થયું હતું. નિયમ પ્રમાણે બાઇક સવારે આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને આટલા વર્ષે ય બાઈક નહોતું મળ્યું. જોકે એક દિવસ એક એવો ચમત્કાર થયો કે બાઇક સવારની આંખો ઊઘાડી રહી ગઈ.
અમદાવાદના બાપુનગર માં આશ્ચર્યજનક ઘટના ઘટી છે. બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦૨૧ માં બાઇક ચોરી થયેલું હતું. પાંચ વર્ષનો સમય થઈ ગયો. પોલીસ બાઇક ન શોધી શકી, પરંતુ ચોરેલ બાઇકનો મેમો બાઇક માલિકના ફોનમાં આવ્યો હતો.
આ મેમો એ સબબ હતો કે ૩ ફેબ્રુઆરીએ બાઇક પર એકથી વધારે લોકો બેઠા હતા અને તેનો ફોટો સાથેનો મેમો આવ્યો. ચોંકાવનારી વાત એ પણ છે કે એકથી વધારે લોકો બેસવા બાબતે માટે ૧૦૦ રૂપિયાનો મેમો આવ્યો. જોકે ત્રણથી વધારે સવારી હોય ત્યારે 1000 રૂપિયાનો મેમો આપવામાં આવે છે. બાઇક માલિકનું કહેવું છે કે પાંચ વર્ષ થયા છતાં બાઇક હજુ નથી મળી અને બીજી તરફ પોલીસ જ ચોરને મેમો આપે છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
