<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

અમદાવાદના મણીનગરમાં વેલેન્ટાઈન ડે પહેલા જ ખૂની ખેલ ખેલાયો:એક યુવકે બોથડ પદાર્થ મારી ફિયાન્સીની હત્યા કરી

કાંકરિયા વિસ્તારમાં ઝુલેલાલ પાર્ક નજીક એક યુવકે તેની ફિયાન્સીની હત્યા કરી નાંખી

અમદાવાદના મણીનગરમાં વેલેન્ટાઈન ડે પહેલા જ ખૂની ખેલ ખેલાયો છે. કાંકરિયા વિસ્તારમાં ઝુલેલાલ પાર્ક નજીક એક યુવકે તેની ફિયાન્સીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ સુત્રોએ આ યુવક અને યુવતી ફિયાન્સ હોવાની હોવાનું જણાવ્યું હતું. યુવકે યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી નાંખી છે. મણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 PM IST)