તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
ગુજરાતમાં માવઠુ થશે? આગામી દિવસોમાં
કાશ્મિર તરફ આવતી કાલે અને બાદમાં ૧૬-૧૭ તારીખે બીજુ પશ્ચિમી વિક્ષોભ દસ્તક દેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. ભૂમધ્ય સાગરમાં બનીને હજારો કિ.મી.નું અંતર કાપીને વરસાદી સિસ્ટમો ઇરાન-અફઘાનીસ્તાન-પાકિસ્તાન થઇ ભારતના ઉત્તરના વિસ્તારો પર આવી ને ત્યાં વરસાદ અથવા બરફ વર્ષા વરસાવે છે. આ સિસ્ટમો પશ્ચિમ તરફથી આવતી હોઇ, આપણે તેને પશ્ચિમી વિક્ષોભથી ઓળખીએ છીએ.
આવતી કાલે ઉત્તરના રાજયો પરથી એક પશ્ચિમી વિક્ષોભ દસ્તક દેશે અને બાદમાં ૧૬-૧૭ તારીખે ફરી બીજુ પશ્ચિમી વિક્ષોભ દસ્તક દેશે.
આ બીજા પશ્ચિમી વિક્ષોભના પ્રભાવે કદાચ ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવીને કમોસમી માવઠાની પણ હળવી સંભાવના આઇએમડીની મોડેલ મેપ્સમાં જોવા મળે છે. આવનારા દિવસોમાં દક્ષિણના રાજયો નજીક એક લો પ્રેસર સિસ્ટમ પણ આકાર લેનાર છે. આ બધા વાતાવરણને પગલે રાત્રીના શિયાળાનું રોકાણ હજુ યથાવત રહેનાર છે
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
