<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

દૂરદર્શનનો પરિચિત ન્‍યૂઝ એન્‍કર સરલા મહેશ્વરીનું નિધન

૧૯૭૬ થી ૨૦૦૫ સુધી દૂરદર્શનનો એક પરિચિત ચહેરો, મહેશ્વરીને ૧૯૮૦-૯૦ ના દાયકાના તેમના સમાચાર પ્રસારણ માટે વ્‍યાપકપણે યાદ કરવામાં આવતા હતા. ૧૨ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્‍કાર * ઉદ્ધોષક તરીકે જોડાયા પછી પણ તેઓ દિલ્‍હી યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા. *તેમણેજ ભારતમાં એશિયાડના પ્રથમ રંગીન પ્રસારણનું સંચાલન કર્યું હતું. * પંજાબમાં આતંકવાદ દરમિયાન સમાચાર પ્રસારિત કરવા બદલ આતંકવાદીઓ દ્વારા તેણીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જ્‍યારે રાજીવ ગાંધીનું અવસાન થયું ત્‍યારે સરલા મહેશ્વરીએ દૂરદર્શન દ્વારા સમગ્ર રાષ્‍ટ્રને તેમના મળત્‍યુના સમાચાર આપ્‍યા હતા

અમદાવાદ : તા. ૧૨: ૧૯૮૦ અને ૧૯૯૦ ના દાયકામાં દૂરદર્શનના સમાચાર પ્રસારણના પરિચિત ચહેરાઓમાંના એક તરીકે વ્‍યાપકપણે યાદ કરાયેલા પીઢ દૂરદર્શન ન્‍યૂઝ એન્‍કર સરલા મહેશ્વરીનું દિલ્‍હી ખાતે અવસાન થયું છે. પરિવારના પત્રમાં જણાવાયું છે કે અંતિમ સંસ્‍કાર ૧૨ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે દિલ્‍હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. ૨૪૭ પહેલાના ટેલિવિઝન યુગમાં, જ્‍યારે દૂરદર્શન દેશનું પ્રબળ પ્રસારણ પ્‍લેટફોર્મ હતું ત્‍યારે મહેશ્વરી દૂરદર્શનના ન્‍યૂઝ બુલેટિનના પરિચિત ચહેરાઓમાંના એક હતા. તેમણે ૧૯૭૬થી ૨૦૦૫ સુધી દૂરદર્શન ન્‍યૂઝ એન્‍કર તરીકે સેવા આપી હતી અને જ્‍યારે દૂરદર્શન દેશનું પ્રબળ ટેલિવિઝન ન્‍યૂઝ પ્‍લેટફોર્મ હતું ત્‍યારે દર્શકો માટે એક ઓળખીતો અવાજ અને ચહેરો બન્‍યા હતા.

સરલા મહેશ્વરીએ દિલ્‍હી યુનિવર્સિટીમાં પીએચડી કરતી વખતે દૂરદર્શન માટે ઓડિશન આપ્‍યા પછી ઉદ્ધોષક તરીકે શરૂઆત કરી અને પછીથી સમાચાર વાંચનમાં ઝંપલાવ્‍યું જ્‍યાં તેઓ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ થી રંગીન ટેલિવિઝન તરફના સંક્રમણની સાક્ષી બન્‍યા હતા. દૂરદર્શનના ન્‍યૂઝ બુલેટિન જોઈને મોટા થયેલા સાથીદારો અને દર્શકો દ્વારા શોક અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં ઘણા લોકો મહેશ્વરીની સાદગી અને સ્‍ક્રીન પરની સુંદરતાને તે સમયગાળાના મુખ્‍ય લક્ષણો તરીકે યાદ કરે છે.

તેમણે ઓક્‍ટોબર ૧૯૮૬માં બીબીસી (ઇંગ્‍લેન્‍ડ)માંથી રાજીનામું આપ્‍યું અને દૂરદર્શન સાથે જોડાયા જ્‍યાં સુદિર્ઘ સેવા આપી તેમણે ૨૦૦૫માં દૂરદર્શનમાંથી પણ રાજીનામું આપ્‍યું હતું. સરલાજીએ દિલ્‍હી યુનિવર્સિટીમાંથી હિન્‍દીમાં એમ.એ.અને દિલ્‍હી યુનિવર્સિટીમાંથી હિન્‍દીમાં એમ.એ. અને દિલ્‍હી યુનિવર્સિટીમાંથી પીએચડની ડિગ્રી મેળવી હતી. ૧૯૮૪માં તેમના ગેસ્‍ટ્રોએન્‍ટ્રોલોજીસ્‍ટ ડો. પવન મહેશ્વરી સાથે લગ્ન થયા. સરલાજીને ન્‍યુઝ એન્‍કરીંગ સાથે રસોઇનો પણ ખુબ શોખ હતો. તેમના પુત્ર ડો. કવિશ મહેશ્વરી જેઓ પ્‍લાસ્‍ટીક સર્જન છે અને હિમાંશુ મહેશ્વરી છે.

સરલા મહેશ્વરી દૂરદર્શનના ભૂતપૂર્વ ભારતીય ન્‍યૂઝરીડર હતા જેઓ સમાચાર વાંચવાની શૈલી અને સરળતા માટે પ્રખ્‍યાત હતા. બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ટીવીના યુગમાં પ્રથમ રંગીન ટેલિકાસ્‍ટનું એન્‍કરિંગ કરીને તેમણે ઇતિહાસ રચ્‍યો હતો. ૧૯૭૬માં, તેમણે દિલ્‍હી યુનિવર્સિટીમાં પીએચડી કરતી વખતે દૂરદર્શનમાં ઉદ્ધોષકની નોકરી માટે ઓડિશન આપ્‍યું. તેમણે  ‘‘કપડે કી કહાની''  અને જન્‍માષ્ટમી જેવા બાળકોના કાર્યક્રમો માટે સ્‍ક્રિપ્‍ટ રાઇટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ટેલિવિઝન પર ઉદ્ધોષક તરીકે કામ કર્યું હતું. ઉદ્ધોષક તરીકે જોડાયા પછી પણ તેઓ દિલ્‍હી યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા. સવારે યુનિવર્સિટી અને સાંજે દૂરદર્શન જતા હતા. ડીડીના શિખર વર્ષો દરમિયાન તે રાષ્‍ટ્રીય સમાચાર બુલેટિનનો નિયમિત ચહેરો બની ગયા.

તેમની સમાચાર વાંચવાની શૈલી શાંત, માપદંડવાળી અને ઔપચારિક હતી જે તે યુગની ઓળખ હતી. ખાનગી ન્‍યૂઝ ચેનલોના આગમન પહેલા તે દર્શકો માટે એક ઓળખી શકાય તેવો અવાજ રહ્યા હતા.

૧૯૮૨ માં તેણીએ દૂરદર્શનમાં ન્‍યૂઝરીડર તરીકે કામ કરવાનું શરૂ કર્યું તેણીએ જ ભારતમાં એશિયાડના પ્રથમ રંગીન પ્રસારણનું સંચાલન કર્યું હતું. લગ્ન પછી તેમણે દૂરદર્શનની નોકરી છોડી દીધી અને તેમના પતિ સાથે ઇંગ્‍લેન્‍ડ ગયા જ્‍યાં તેઓ બીબીસી ઇંગ્‍લેન્‍ડમાં જોડાયા હતા. ઓક્‍ટોબર ૧૯૮૬માં તેઓ ભારત પરત આવ્‍યા અને ૧૯૮૮માં દૂરદર્શનમાં ન્‍યૂઝ એન્‍કર તરીકે જોડાયા. પંજાબમાં આતંકવાદ દરમિયાન સમાચાર પ્રસારિત કરવા બદલ આતંકવાદીઓ દ્વારા તેણીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મે ૧૯૯૧માં જ્‍યારે રાજીવ ગાંધીનું અવસાન થયું ત્‍યારે સરલા મહેશ્વરીએ દૂરદર્શન દ્વારા સમગ્ર રાષ્‍ટ્રને તેમના મળત્‍યુના સમાચાર આપ્‍યા. એજરીતે ૧૯૯૭ માં મધર ટેરેસાના અવસાન પછી સરલા મહેશ્વરી તેમના અંતિમ સંસ્‍કારનું કવરેજ કરવા માટે પヘમિ બંગાળ ગયા, ત્‍યારબાદ તેમણે શહેરની બહાર જઈને કોઈપણ સમાચાર કવર કરવાને બદલે તેમના બાળકોની સંભાળ રાખવાનો નિર્ણય લીધો.

એક ઇન્‍ટરવ્‍યુમાં, તેણીએ ખુલાસો કર્યો હતો કે તેમની સફળતાનું કારણ તેના પિતા હતા જેમણે તેના જીવનમાં સૌથી મોટા વિવેચકની ભૂમિકા ભજવી હતી. સલમા સુલતાન, મીનુ તલવાર, શીલા ચમન અને શમ્‍મી નારંગ જેવા લોકપ્રિય ન્‍યૂઝરીડર્સ સરલા મહેશ્વરીના સાથી હતા. સરલાજી પોતાની એન્‍કરિંગ શૈલી અને સ્‍ટુડિયોમાં પહેરતી ગુજરાતી સાડીઓ માટે પ્રખ્‍યાત બન્‍યા હતા. તેમનો પોશાક જ નહીં પરંતુ તેના ચહેરા પરની ચમક પણ લોકોના હૃદયમાં સ્‍થાન બનાવી ગઈ. સરલા મહેશ્વરીનું અવસાન ભારતીય ટેલિવિઝન પત્રકારત્‍વ માટે એક ન ભરવાપાત્ર નુકસાન છે. ઘણા સોશિયલ મીડિયાએ તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

(3:52 PM IST)