News of Thursday, 12th February 2026
સુરતના બે નેતાઓના લીધે ‘આપ' પાયમાલ
આપ માંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાના ચોંકાવનારા ખુલાસા ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયા પાર્ટીને મજબૂત થવા દેવા માંગતા નથી, હું કેજરીવાલ સાથે સીધા સંપર્કમાં હતો એ અહિંના સ્થાનિક નેતાઓને પસંદ નહોતું

રાજકોટ : આમ આદમી પાર્ટીમાંથી તાજેતરમાં રાજીનામું આપનાર જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે એક સ્ફોટક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. હળદળ ગામ‘કળદાં પ્રથા'ના વિરોધમાં જેલવાસ ભોગવીને આવેલા કરપડાએ પાર્ટીના આંતરિક માળખા અને નેતાગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, પાર્ટીમાં સુરતથી આવેલા બે નેતાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. જે પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયાનું નામ લઈને આક્ષેપ કર્યો હતો કે, આ બે નેતાઓ આમ આદમી પાર્ટીને મજબૂત થવા દેવા માંગતા નથી અને કયાંક ને કયાંક ભાજપની ઁબી ટીમઁ તરીકે કામ કરી રહ્યા હોય તેવું જણાય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે જ્યારે તેઓ જેલમાં હતા, ત્યારે તેમના પિતા સાથે પણ પાર્ટીના નેતાઓ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કરપડાએ દાવો કર્યો કે તેઓ સીધા અરવિંદ કેજરીવાલના સંપર્કમાં હતા. જે અહીંના સ્થાનિક નેતાઓને પસંદ નહોતું અને તેના કારણે જ ઈર્ષ્યાના ભાવથી તેમને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજુ કરપડાએ સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધી તેમને ભાજપ તરફથી કોઈ સીધો સંપર્ક કરવામાં આવ્યો નથી. પરંતુ કોંગ્રેસ અને અન્ય પક્ષો વાયા-વાયા સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ પણ સમર્થન જાહેર કર્યું છે. જે આગામી સમયમાં આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
