તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
સુરતના નવાપુરા વિસ્તારમાં અશાંતધારા સંબંધિત રજુઆત કરવા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા પહોંચ્યા
ધારાસભ્ય અરવિંદ રાણાએ ચેતવણી આપી કે જો યોગ્ય અને ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આંદોલન કરવામાં આવશે

સુરત શહેરમાં ફરી એકવાર અશાંતધારાનો મુદ્દો ગરમાયો છે. નવાપુરા વિસ્તારમાં અશાંતધારા સંબંધિત રજુઆત કરવા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા પહોંચ્યા હતા, જ્યાં રાણા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન MLAએ આક્ષેપ કર્યો કે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી અને કલેક્ટર પ્રાંત વિભાગમાં ગેરરીતિ ચાલી રહી છે. નાનપુરા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલ્કતો ખરીદી કરવામાં આવી રહી હોવાના આરોપ સાથે કલેક્ટર કચેરીના અધિકારીઓ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા. ધારાસભ્ય અરવિંદ રાણાએ ચેતવણી આપી કે જો યોગ્ય અને ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દે આંદોલન કરવામાં આવશે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
