તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th February 2026
રાજ્યના ૨૩ તાલુકા વિકાસ અધિકારીઓને વર્ગ-૧ માં હંગામી ધોરણે અપાયા બઢતીના આદેશ : ગુજરાત વહીવટી સેવાના જુનિયર સ્કેલમાં ઇન-સીટુ નિમણૂંક સાથે સરકારે વહીવટી માળખું ગતિશીલ બનાવ્યું : જુઓ સંપૂર્ણ યાદી
વિકાસ સેવા વર્ગ-૨ ના અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૧૦ મુજબ રૂ. ૫૬,૧૦૦ થી ૧,૭૭,૫૦૦ ના પગાર ધોરણમાં બઢતી અપાઈ

ગાંધીનગર : રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ ના ૨૩ જેટલા અધિકારીઓને ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ), વર્ગ-૧ માં તદ્દન હંગામી ધોરણે ઇન-સીટુ (In-situ) બઢતી આપવામાં આવી છે. સચિવાલય ખાતેથી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલી અધિસૂચના અનુસાર, આ અધિકારીઓ હાલ જે જગ્યાએ ફરજ બજાવે છે તે જગ્યાઓને તેઓ ત્યાં કાર્યરત રહે ત્યાં સુધી વર્ગ-૧ માં અપગ્રેડ ગણવામાં આવશે.
બઢતી મેળવનાર અધિકારીઓની યાદી
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ નીચે મુજબના અધિકારીઓને બઢતીનો લાભ મળ્યો છે:
૧. પિયુષ તરુણકુમાર પાયઘોડે (મદદનીશ પ્રાયોજના અધિકારી-યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચ)
૨. મનહરભાઇ ડાહ્યાભાઇ દેસાઇ (તાલુકા વિકાસ અધિકારી, હાલોલ, જિ. પંચમહાલ)
૩. ભાવિન છગનલાલ કથિરિયા (મદદનીશ વહીવટી અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગર)
૪. અલ્પેશકુમાર ભુપેન્દ્રભાઇ જોષી (તાલુકા વિકાસ અધિકારી, જામનગર)
૫. રજની રઘુભાઇ ઠુંમર (તાલુકા વિકાસ અધિકારી, ધોરાજી, જિ. રાજકોટ)
૬. વિકાસ રામબચન કુમાર (તાલુકા વિકાસ અધિકારી, ધંધુકા, જિ. અમદાવાદ)
૭. પારસ અશોક ચૌહાણ (તાલુકા વિકાસ અધિકારી, વસો, જિ. ખેડા)
૮. બ્રિજેશ રસીકભાઇ સોજિત્રા (તાલુકા વિકાસ અધિકારી, જોડિયા, જિ. જામનગર)
૯. મૌલિક જયેન્દ્રભાઇ દેસાઇ (તાલુકા વિકાસ અધિકારી, કડી, જિ. મહેસાણા)
૧૦. બીપીન બચુભાઇ પરમાર (તાલુકા વિકાસ અધિકારી, કપડવંજ, જિ. ખેડા)
૧૧. કુ. જૈમિની દિપકકુમાર પટેલ (તાલુકા વિકાસ અધિકારી, કરજણ, જિ. વડોદરા)
૧૨. પાર્થ ગવાભાઇ પરમાર (તાલુકા વિકાસ અધિકારી, વિંછીયા, જિ. રાજકોટ)
૧૩. રાજેન્દ્રસીંગ વેલસીંગ ઠાકોર (તાલુકા વિકાસ અધિકારી, જૂનાગઢ)
૧૪. અમી શાંતિલાલ પટેલ (ચીટનીશ, વિકાસ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર)
૧૫. ભુપેન્દ્રકુમાર બાબુભાઇ રાઠોડ (તાલુકા વિકાસ અધિકારી, ભરૂચ)
૧૬. કુ. માધુરીબેન કંચનભાઇ પટેલ (તાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર, જિ. ખેડા)
૧૭. કુ. સપનાસિંહ પ્રશાંતસિંહ રાજપૂત (તાલુકા વિકાસ અધિકારી, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા)
૧૮. કુ. અલ્પના મોહનલાલ નાયર (તાલુકા વિકાસ અધિકારી, વ્યારા, જિ. તાપી)
૧૯. કૃણાલ રાયચંદભાઇ ડામોર (તાલુકા વિકાસ અધિકારી, સંજેલી, જિ. દાહોદ)
૨૦. વિશાલકુમાર હસમુખભાઇ પટેલ (તાલુકા વિકાસ અધિકારી, પારડી, જિ. વલસાડ)
૨૧. સાગર પ્રતાપભાઇ બોદર (તાલુકા વિકાસ અધિકારી, વિજયનગર, જિ. સાબરકાંઠા)
૨૨. કુ. પૂનમ રમણલાલ ડામોર (તાલુકા વિકાસ અધિકારી, ફતેપુરા, જિ. દાહોદ)
૨૩. કુ. હેતલબેન લાલુભાઇ કટારા (તાલુકા વિકાસ અધિકારી, કડાણા, જિ. મહીસાગર)
પગાર ધોરણ અને શરતો
આ બઢતી પામેલા અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-૧૦ (રૂ. ૫૬,૧૦૦ - ૧,૭૭,૫૦૦) મુજબ વેતન મળવાપાત્ર થશે. આ નિમણૂંકો રાજ્યપાલના હુકમથી કરવામાં આવી છે અને સરકારના નાયબ સચિવ અચલ સોનીની સહીથી આ આદેશો જારી કરાયા છે. વધુમાં, જ્યારે આ અધિકારીઓની ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ ની અન્ય જગ્યાઓ પર વિગતવાર નિમણૂંક થશે, ત્યારે તેમની હાલની જગ્યાઓ ફરીથી ડાઉનગ્રેડ થઈ જશે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
