News of Thursday, 12th February 2026
અમદાવાદ મનપાની નોકરીમાં મહિલાઓને અપાશે અનામતનો લાભ: સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય
મ્યુનિસિપલ કમિશનરે પોતાના ડ્રાફ્ટ બજેટમાં કરી હતી જાહેરાત. સ્ટેન્ડિંગ કમિટીમાં અપાઈ મંજૂરીની મહોર.

અમદાવાદ: AMC ભરતીમાં 33 ટકા મહિલાઓને અનામત આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણયદરેક વિભાગમાં ભરતીમાં 33 ટકા મહિલા હશે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની અંદર આવનાર સમયમાં જે પણ ભારતીય કરવામાં આવશે એની અંદર 33% મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. જે કોઈ ભરતીની જાહેરાત ભરે એમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. મહિલાઓની ભરતી થાય તે માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુદા જુદા ખાતામાં વર્ગ 1 થી 4 ની જુદા-જુદા સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી પડેલ જગ્યાઓ ભરવા જાહેર ખબરથી અરજીઓ મંગાવવામાં આવે ત્યારે ગુજરાત રાજય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક સીઆરઆર/1096/2213/ ગ-2(ભાગ-1) તા.11/11/2024 અનુસાર 33% મહીલા અનામતની નીતીનો અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો ન હતો. જેના કારણે વખતો વખત અપાતી જાહેર ખબરમાં મહીલા ઉમેદવારો દ્વારા મહીલા અનામત સાથે જાહેર ખબર આપવા રજૂઆત આવતી હતી.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
