તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 12th February 2026
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે
થોડા દિવસ પૂર્વે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ઉપાધ્યક્ષનું પદ આપવા પત્ર લખી માંગ પણ કરી હતી

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષની ઉમેદવારી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવાની રહી છે પરંપરા. 2022 વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે વિધાનસભા ઉપાધ્યક્ષનું પદ પોતાની પાસે જ રાખ્યું હતું. થોડા દિવસ પૂર્વે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ ઉપાધ્યક્ષનું પદ આપવા પત્ર લખી માંગ પણ કરી હતી.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરી, 2026ના રોજ ગૃહમાં યોજાશે. વિધાનસભા સચિવાલય દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અગાઉના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉંમરને કારણે પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ પદ ખાલી પડ્યું છે. વિધાનસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદ ફરજિયાત હોવાથી આ ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-11 અને 10(2) મુજબ હાથ ધરવામાં આવશે. ઉમેદવારોએ તેમની દરખાસ્તો 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીમાં રજૂ કરવાની રહેશે. નોંધનીય છે કે, કોઈ પણ સભ્ય પોતાના નામની દરખાસ્ત કરી શકશે નહીં અને એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
