News of Thursday, 12th February 2026
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખરીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે :10 કિ.મી. ની કામગીરી પૂર્ણ કરાઈ
આગામી દિવસોમાં ખારી કટ કેનાલ ખાતે કરવામાં આવશે ભવ્ય રોડ શો: મુખ્યમંત્રી રોડ શોમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખરીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. 10 કિમીની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું. આગામી દિવસોમાં ખારી કટ કેનાલ ખાતે ભવ્ય રોડ શો કરવામાં આવશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઈને ચૂંટણી આવે તે પહેલા રોડ શો કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરવામાં આવશે .
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
