News of Friday, 13th February 2026
વિદ્યાનસભાના ડે.સ્પીકરની ચૂંટણી ભાજપ દ્વારા નામ જાહેર થવાની તૈયારી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા.૧૩: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થઇ રહ્યું છે ત્યારે અતિ મહત્વની વાત એ છે કે તાજેતરમાં વિભાધ સભાના ડેપ્યુટી સ્પીકર શ્રી જેઠાભાઇ ભરવાડ રાજીનામુ આપ્યું છે.
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે રાજીનામુ આપતા ખાલી પડેલ આ જગ્યામાટે આજે ૧૨ વાગ્યા સુધી જે સભ્યને ઉમેદવારી કરવી હોય તેણે ઉમેદવારી નોંધવવાની છે. જો કોઇ ઉમેદવારી નહિ નોંધાવે તો સતાધારી પક્ષ જ ઉમેદવાર મુકશે તો બીનહરીફ જાહેર કરવામાં આવશે આ માટે વિધાનસભા સચિવાલય દ્વારા ચુંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ પદ માટે સમાધાન પક્ષ દ્વારા કોઇ યુવાન અને હોશિયાર વ્યકતિને મુકવામા સક્રિય છે. હવે એ જોવાનું રહ્યું કે યુવા વ્યકિત આવે છે કે કોઇ સિનિયર ધારાસભ્યની પસંદગી કરવામાં આવે છે.
બીજી તરફ બે નાયબ દંડક કોૈશિક વેકરીયા અને રમણભાઇ સોલંકીને મંત્રી પદ મળતા આ બે જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ વિધાનસભાના સત્રની શરૂઆત થાય ત્યારે નિમણૂંક કરવામાં આવશે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
