<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

૧૬મીથી વિધાનસભા સત્રઃ ૧૮મીએ ગુજરાતનું બજેટ

નાણામંત્રી કનુભાઇ બે ભાગમાં બજેટ રજુ કરશેઃ બધા વિભાગો માટે જોગવાઇઃ ગાંધીનગરમાં પૂર્વ તૈયારીનો ધમધમાટ

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૩ :.. રાજય સરકારનું વર્ષ ર૦ર૬-ર૭ નું અંદાજપત્ર આગામી સોમવારથી શરૂ થઇ રહ્યું છે. ૧૮મી તારીખે રાજયનું અંદાજ પત્ર (બજેટ) વિધાનસભામાં રાજયના નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે.

રાજયના અંદાજપત્ર માટે નાણા વિભાગે કમર કશી છે, પ્રથમ વખત રાજયના નાણામંત્રી પોતે નાણા વિભાગમાં જઇ વિભાગના સચિવ અને સચિવશ્રી  ખર્ચ ઉપરાંત નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-પરામર્શ કરી રહ્યા છે.

અંદાજપત્રના બે ભાગ આવે છે. જેમાં ભાગ-૧ માં સરકારના તમામ વિભાગો માટે નવી કરવામાં આવતી જોગવાઇઓમાં સમાવેશ થાય છે. જયારે ભાગ-ર માં ટેક્ષ અને ગત વર્ષની પુરાંત મુકવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી નાણા વિભાગ સરકારના તમામ વિભાગો સાથે મળી ચર્ચા-પરામર્શ કરી નાણાકીય જોગવાઇઓ અંગે મહેનત કરી રહ્યું છે.

સરકારમાં  અત્‍યાર સુધી નાણામંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ શ્રી વજુભાઇ વાળા દ્વારા રજુ કરવામાં આવ્‍યું હતું. જયારે બીજા ક્રમે પૂર્વ નાણામંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલ હતાં. (પ-૧૬)

(11:35 AM IST)