<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

નવસારીના અમલસાડમાં લગ્નના જમણવાર બાદ જાનૈયાઓમાં ફૂડ પોઇઝનિંગ: વરરાજા સહિત 12 જાનૈયાઓની તબિયત વધુ લથડી

અંદાજે એક હજાર લોકોએ ભોજન લીધું: 70થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં હાહાકાર મચ્યો

નવસારી જિલ્લાના અમલસાડ ગામે લગ્ન પ્રસંગે જમણવાર બાદ જાનૈયાઓમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. અંદાજે એક હજાર લોકોએ ભોજન લીધું હતું, જેમાંથી 70થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં હાહાકાર મચ્યો હતો. વરરાજા સહિત 12 જાનૈયાઓની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા, જ્યારે અન્ય 10 લોકોને સારવાર અપાઈ. તમામ અસરગ્રસ્તોને જલાલપોર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ જિલ્લા આરોગ્ય વિભાગે 40 આરોગ્યકર્મીઓની ટીમ ઉતારી તપાસ અને સારવારની કામગીરી હાથ ધરી છે

(2:53 PM IST)