<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

પ્રાકૃતિક ખેતી આજની અને ભવિષ્‍યની અનિવાર્ય આવશ્‍યકતા : મેહુલ દવે

ગ્રામભારતી અને વરસોડામાં ગ્રામજનો સાથે કલેકટરનો સંવાદ

 

ગાંધીનગર, તા. ૧૩ : નેતળત્‍વ જ્‍યારે પારદર્શી હોય છે, ત્‍યારે વહીવટી કામગીરીમાં પણ તેની સકારાત્‍મક અસરો જોવા મળે છે.ઙ્ઘ આ ઉક્‍તિને સાર્થક કરતા ગાંધીનગર જિલ્લા કલેક્‍ટર શ્રી મેહુલ કે. દવેએ તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ માણસા તાલુકાના વિવિધ વિસ્‍તારોની આકસ્‍મિક મુલાકાત લીધી હતી. જિલ્લાના પ્રતિનિધિ તરીકે તેઓ સતત ફિલ્‍ડ પર રહીને લોક-સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેના ભાગરૂપે તેમણે ગ્રામભારતી અને વરસોડા ગામની મુલાકાત લીધી હતી.

તદુપરાંત ગ્રામભારતી સંસ્‍થાની મુલાકાત દરમિયાન કલેક્‍ટરશ્રીએ ખેતીવાડીનો અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પ્રોત્‍સાહિત કર્યા હતા. તેમણે સંસ્‍થાના ખેતરોમાં પ્રાકળતિક કળષિ પદ્ધતિથી લેવામાં આવતા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વર્તમાન સમયમાં રસાયણમુક્‍ત ખેતીનું મહત્‍વ સમજાવતા તેમણે જણાવ્‍યું હતું કે, પ્રાકળતિક ખેતી એ માત્ર આજની જ નહીં પણ ભવિષ્‍યની અનિવાર્ય જરૂરિયાત છે. તેમણે ઉપસ્‍થિત કળષિ મિત્રોને પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ વધારવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લા કલેક્‍ટર શ્રી મેહુલ કે. દવે શિક્ષણ, આરોગ્‍ય અને આવતીકાલના ઉજ્જવળ ભવિષ્‍યના નિર્માણ માટે અત્‍યંત સંવેદનશીલ અભિગમ ધરાવે છે.

આ મુલાકાત અંતર્ગત કલેકટરશ્રી સાથે આત્‍મા પ્રોજેક્‍ટના ડાયરેક્‍ટર શ્રી, મામલતદાર શ્રી માણસા, તાલુકા વિકાસ અધિકારી શ્રી માણસા પણ જોડાયા હતા. (૪.૧૧)

(3:39 PM IST)