તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
મહેસાણા અર્બન કો-ઓ બેંક સાથે રૂપિયા 64 કરોડની છેતરપિંડીના મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા ગાંધીધામના મનોજ નાગાર્જુન ચૌધરીની ધરપકડ
આ પ્રકરણમાં અગાઉ ગાંધીધામ શાખાના મેનેજર પ્રવિણ પટેલ,સીઈઓ વિનોદ પટેલ,તત્કાલિન ધિરાણ શાખાના મેનેજર પ્રકાશ ડી. પટેલની પણ ધરપકડ થઈ છે

ગાંધીનગર તા.૧૩
મહેસાણા અર્બન કો-ઓ બેંક સાથે રૂપિયા 64 કરોડની છેતરપિંડીના મામલે સીઆઈડી ક્રાઈમે ગાંધીધામના મનોજ નાગાર્જુન ચૌધરીની ધરપકડ કરી છે.
મનોજ ચૌધરી વૃંદાવન ટાઉનશીપ નામની પ્રોપરાઈટર પેઢીના માલિક.64 કરોડની છેતરપિંડી મામલે મેનેજર અનિલ પટેલે નોંધાવી હતી ફરિયાદ.કુલ 13 આરોપીઓ સામે ગુનો નોંધી સીઆઈડી ક્રાઈમે હાથ ધરી તપાસ હાથ ધરી હતી.
ગાંધીધામ શાખાના મેનેજર પ્રવિણ પટેલ અને સીઈઓ વિનોદ પટેલની ધરપકડ થઈ હતી.
તત્કાલિન ધિરાણ શાખાના મેનેજર પ્રકાશ ડી. પટેલની પણ ધરપકડ થઈ છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
