News of Friday, 13th February 2026
સુરતમાં રૂઢનાથપુરાના રેસીડન્ટ મકાનમાં દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલમાં બ્લાસ્ટ : મશીન, ટેબલ-ખુરશી, વાયરીંગને નુકસાન : ધડાકા સાથે બારણા-બારીના કાચ તૂટી ગયા: એક વ્યકિત બચી જતા બહાર દોડી ગયો
દાગીના બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેતી બ્લુકેમ પ્રોટેબલ ગેસ કારટેજ એટલે કે ગેસની નાની બોટલ (ટીન) અચાનક એકાએક જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો : ફાયરબ્રિગેડની ટીમે બચાવ કાર્ય કર્યું

સુરત તા.૧૩
સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં એક રેસીડેન્ટ મકાનમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલ (ટીન) માં અચાનક જોરદાર ધડકા સાથે બ્લાસ્ટ થયો હતો જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાતા નાસભાગ અને અફરાતફરી મચી જવા પામી હતી. કારખાનામાં કામ કરતો એક કામદાર બહાર નીકળી જતા બચી ગયો હતો. અત્યંત પ્રચંટ બ્લાસ્ટના કારણે બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. આ સાથે મશીન, ટેબલ, ખુરસી, વાયરીંગ સહિતના સામાનને નુકસાન થયું હોવાનું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી આ ઘટના ની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડ તથા ઘટના સ્થળે પોહચી ગયા હતા તપાસ હાથઘરી છે છે
મળતી માહિતી પ્રમાણે,સુરત ના કોટ વિસ્તાર એવા રૂઢનાથપુરામાં ચોથ્યા શેરીમાં મકાનમાં જ્વેલર્સના દાગીનાના બનાવવાનું કારખાના માં સવારે એક કામદાર કામ કરવામાં વ્યસ્ત હતો. દરમિયાન દાગીના બનાવવા માટે ઉપયોગ કરવામાં આવેતી બ્લુકેમ પ્રોટેબલ ગેસ કારટેજ એટલે કે ગેસની નાની બોટલ (ટીન) અચાનક એકાએક જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જોકે સદનશીબે ત્યાં હાજર એક કામદાર સમયસુચકતા વાપરી ને બચી જતા તરત બહાર દોડી ગયો હતો. બ્લાસ્ટના બનાવના લીધે ત્યાંના લોકોમાં ભય ફેલાતા ત્યાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે ફાયર બિગ્રેડ અને પોલીસકર્મીઓને જાણ થતા ઘટનાસ્થળે ધસી જઈને કામગીરી કરી હતી. જયારે ટીન ગેસની નાની બોટલ બ્લાસ્ટ થવાના લીધે બાંરણા-બારીના કાંચ તૂટી ગયા હતા. આ સાથે મશીન, ટેબલ, ખુરસી, વાયરીંગ સહિતનો માલ સામન અને ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.આ બનાવ સંદભૅ અથવા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોચી ને તપાસ હાથ ઘરી હતી આ બનાવ ની જાણ સુરત શહેર ના ઉચ્ચ પોલીસ અધીકારી થતા ઘટના સ્થળે ઘસી આવ્યા હતા
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
