<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજાને માઇનોર હાર્ટ એટેક યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ: સ્ટેન્ડ મૂકવું પડ્યું

તબીબો દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં તેમના હૃદયમાં બ્લોકેજ માલુમ પડ્યું હતું.

અમદાવાદ :રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજાને હૃદયમાં તકલીફ જણાતા અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તેમને માઇનોર હાર્ટ એટેક  આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી મુજબ, શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજા સાંજ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જાહેર કાર્યક્રમોમાં વ્યસ્ત હતા. કાર્યક્રમ બાદ થોડી અસ્વસ્થતા અનુભવાતા તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તબીબો દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં તેમના હૃદયમાં બ્લોકેજ માલુમ પડ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજાની  ગંભીર સ્થિતિ જોતા તબીબોએ તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી દરમિયાન મંત્રીના હૃદયમાં સફળતાપૂર્વક એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. રાહતના સમાચાર એ છે કે સર્જરી બાદ મંત્રી પ્રદ્યુમનભાઇ વાજાની તબિયત હાલમાં સારી અને સ્થિર છે. હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ ઓબ્ઝર્વેશનમાં છે.

(10:40 PM IST)