<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છમાં

માંડવી તાલુકાના બિદડા ખાતે કચ્છ યુવક સંઘ દ્વારા નવનિર્મિત "હરિકો ભવન" અને "સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ"ના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.                 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંજે ૫.૩૦ કલાકે કચ્છના માંડવી તાલુકાના બિદડા ખાતે કચ્છ યુવક સંઘ દ્વારા નવનિર્મિત "હરિકો ભવન" અને "સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ"ના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.              ત્યારબાદ સાંજે ૬.૫૦ કલાકે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત "જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર"ની મુલાકાત લેશે.

(9:37 AM IST)