<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

સુરતમાં 15 વર્ષ પહેલા થયેલા લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

આરોપી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો :ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી આરોપીની ધરપકડ કરી

સુરતમાં 15 વર્ષ પહેલા થયેલા લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે.  

  માહિતી મુજબ આરોપી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો અને વર્ષ 2010માં અડાજણમાં અજુન્ટા કોર્પોરેશનની ઓફિસમાં લૂંટ શરૂ કરી હતી. તેણે બંદૂક બતાવીને માલિક સહિત 3 લોકોને બંધક બનાવી રૂ. 9 હજાર રોકડા અને મોબાઈલની લૂંટ આચરી હતી.  ક્રાઇમ બ્રાન્ચે આ કેસ પર 6 મહિનાથી સતત તપાસ કરીને આરોપીને પકડી પાડ્યો છે.

(1:26 PM IST)