તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવાતી ફેક્ટરી ઝડપાઈ
મકાનના બાથરૂમમાં જ લેબોરેટરી તૈયાર કરી MD ડ્રગ્સનું ઉત્પાદન થતું : આશરે 70 ગ્રામ જેટલું MD ડ્રગ્સ તથા મોટા પ્રમાણમાં રો મટીરિયલ કબ્જે

ભરૂચ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અંકલેશ્વર GIDC વિસ્તારની સિદ્ધ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના ભાડાના મકાનમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવાતી ફેક્ટરી ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ મકાનના બાથરૂમમાં જ લેબોરેટરી તૈયાર કરી MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ વ્યક્તિ એક ફાર્મા કંપનીમાં કામ કરતો કેમિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન આશરે 70 ગ્રામ જેટલું MD ડ્રગ્સ તથા મોટા પ્રમાણમાં રો મટીરિયલ કબ્જે કર્યું છે. સમગ્ર મામલે ભરૂચ SOGની ટીમે વધુ તપાસ હાથ ધરી આરોપીઓના નેટવર્ક સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
