તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
અમદાવાદમાં ડુંગળીના જથ્થાની આડમાં ગાંજાની હેરાફેરી:નારોલ પોલીસની મોટી કાર્યવાહી :400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે
મહારાષ્ટ્રના બે આરોપીઓની ધરપકડ:ગાંજો મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવતો અને શહેરમાં ચોક્કસ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો પ્લાન હતો

અમદાવાદ શહેરમાં ડુંગળીના જથ્થાની આડમાં ગાંજાની હેરાફેરી કરવાનો મોટો ભાંડો ફૂટ્યો છે. નારોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી દરમિયાન 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાહન ચકાસણી દરમિયાન એક મહિન્દ્રા પીકઅપ (MH 18 BZ 3084) અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ડુંગળી ભરેલા બોક્સોમાં ગાંજાના પેકેટ્સ છુપાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું. બોક્સની અંદર કાળજીપૂર્વક ગોઠવાયેલા પેકેટ્સમાંથી કરોડો રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે મહારાષ્ટ્રના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજો મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવતો હતો અને શહેરમાં ચોક્કસ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો પ્લાન હતો.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગાંજો અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
